મોરબી જીલ્લામાં આજે કોરોનાના વધુ ૨૬ કેસ નોંધાયા, ૩૨ દર્દીઓ ડીસ્ચાર્જ…
મોરબી જીલ્લામાં કોરોનાના નવા ૨૬ કેસો નોંધાયા છે જેમાં ૬ કેસો ગ્રામ્ય જયારે ૨૦ કેસ શહેરી વિસ્તારમાં નોંધાયા છે જયારે આજે ૩૨ દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે.
મોરબી જીલ્લામાં નવા કેસોમાં મોરબી તાલુકાના ૨૧ કેસોમાં 5 ગ્રામ્ય અને ૧૬ શહેરી વિસ્તારમાં નોંધાયા છે જયારે વાંકાનેરમાં 2 કેસો શહેરી વિસ્તારમાં નોંધાયા છે અને હળવદમાં 2 કેસ શહેરી વિસ્તારમાં નોંધાયા છે તો માળિયા તાલુકાના ગ્રામ્ય પંથકના વધુ એક કેસ નોંધાયો છે.
જયારે આજે વધુ ૩૨ દર્દીઓ સ્વસ્થ થયા છે મોરબી જીલ્લામાં નવા કેસો સાથે કુલ કેસનો આંક ૯૧૧ થયો છે જેમાં ૧૯૨ એક્ટીવ કેસ છે જયારે અત્યાર સુધીમાં કુલ ૬૬૯ દર્દીઓ સ્વસ્થ થયા છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/EyvfHWu7GKSIF6rKbPS4LN
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…