મોરબી જિલ્લામાં ગઈ કાલે કોરોનાના 251 કેસ નોંધાયા

મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. આજે જિલ્લામાં કોરોનાના નવા 251 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ મોરબી તાલુકાના કેસ છે.

મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 1625 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 251 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સામે 38 લોકો સાજા પણ થયા છે. 5 તાલુકા મથકોમાં 123 કેસ નોંધાયા છે. તો સામે ગ્રામ્યમાં 128 કેસ નોંધાયા છે. બીજી તરફ જિલ્લામાં હાલ એક્ટિવ કેસનો આંક 1386 થયો છે.

ક્યાં તાલુકામાં કેટલા કેસ નોંધાયા?
મોરબી ગ્રામ્ય : 83
મોરબી શહેર : 104
વાંકાનેર ગ્રામ્ય : 05
વાંકાનેર શહેર : 07
હળવદ ગ્રામ્ય : 07
હળવદ શહેર : 12
ટંકારા ગ્રામ્ય : 26
ટંકારા શહેર : 00
માળિયા ગ્રામ્ય : 07
માળિયા શહેર : 00
કુલ : 251

આ સમાચારને શેર કરો