ભોજપરા ગ્રામ પંચાયતના ઉપસરપંચ પદે સોમીબેન પરસોતમભાઇની બિનહરીફ વરણી

વાંકાનેર: તાજેતરમાં ગ્રામ પંચાયતની થયેલ ચૂંટણીમાં હવે નવી ચૂંટાયેલી બોડીની પ્રથમ મીટીંગ બોલાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ પ્રથમ મીટીંગ ઉપસરપંચની વરણી કરવાની હોય છે.

આજે વાંકાનેર તાલુકાના ભોજપરા ગ્રામ પંચાયતમાં ચૂંટણી બાદ પ્રથમ મીટિંગ મળી હતી જેમાં ઉપસરપંચ ની વરણી માટે પ્રક્રિયા હાથ ધરી હતી ભોજપરા ગામ પંચાયતમાં ઉપસરપંચ પદે માત્ર સોમીબેન પરસોતમભાઈનું એક જ ફોર્મ ભરાતા તેઓની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ભોજપરા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે હિદાયતબેન લતીફભાઈ કડીવાર ચૂંટાય આવ્યા છે, હવે ઉપસરપંચ પદે પણ સોમીબેન પરસોતમભાઈ ચૂંટાઇ આવતા ભોજપરા ગામ પંચાયતનો વહીવટ બે મહિલાઓ કરશે…

સરપંચ – હિદાયતબેન લતીફભાઈ કડીવાર

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/BDeowoFVfbkELssypF4KFt

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો