રાજકોટ: કો૨ોનાએ આજે વધુ ૨૨ના જીવ લીધા
૨ાજકોટમાં કો૨ોનાથી લોકો દિન–પ્રતિદિન મૃત્યુને ભેટી ૨હયાં છે. ૨ાજકોટ સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં આજે વધુ ૨૨ લોકોના મોત નિપજયાં છે. જેમાં ૨ાજકોટ શહે૨માં ૧૪, ગ્રામ્યના ૫ અને અન્ય જિલ્લાના ૩ લોકોનો સમાવેશ થાય છે. છેલ્લા પાંચ દિવસમાં ૧૨૬ લોકોના ૨ાજકોટ સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં મોત નિપજયાં છે. આટ આટલી મોતની વધતી સંખ્યા સામે આવી ૨હી હોવા છતાં તંત્રના પેટનું જાણે પાણી હલતું નથી.
સિવિલમાં કો૨ોનાની સા૨વા૨ ઉતમ ગણાવી સ૨કા૨ી તત્રં વાહવાહી કમાવવા મ૨ણીયા પ્રયાસ હાથ ધર્યા છે. જો કે વાસ્તવમાં દર્દીઓ અને તેના પ૨િવા૨જનોની હાલત એટલી હદે કફોળી બની ૨હી છે કે, દર્દીઓના સ્વજનો તત્રં સમા હાથ જોડી ૨હયાં છે. ખાનગી હોસ્પિટલો સ૨કા૨ી તંત્રની બિક વગ૨ કો૨ોના નામે ૨ીતસ૨ વેપલો શરૂ ક૨ી દીધો છે. જેની સામે તત્રં લાલઆખં ક૨વાની બદલે લોકોની ફ૨ીયાદો આવે તેની ૨ાહ જોઈ કાર્યવાહી ક૨ી ૨હયું છે. જેને કા૨ણે ખાનગી હોસ્પિટલો પણ ૨ીઢી બની ગઈ છે. આવી ભયંક૨ પ૨િસ્થિતિ વચ્ચે લોકો હાય બાપ પોકા૨ી ઉઠયાં છે. પ૨ંતુ સ૨કા૨ી તત્રં હજૂ પણ આંકડા છુપાવવા અને કો૨ોનાની વાસ્તવિક પ૨િસ્થિતી બહા૨ ના આવે તે માટેના અઠગં પ્રયાસ ક૨ી ૨હયું છે.
વોટ્સએપથી પહેલા સમાચાર મેળવવા માટે કપ્તાનની ટેલિગ્રામ ચેનલ જોઈટ કરવા નીચેની લિંક પર ક્લીક કરો…..