મોરબી: ગેસનો બાટલો ફાટતા બાળક અને દંપતી દાઝ્યું, રાજકોટ ખસેડાયા

મોરબી : મોરબીના લીલાપર રોડ ઉપર આવેલા રહેણાંક મકાનમાં રાંધણ ગેસનો બાટલો ફાટતા ઘરમાં રહેલા બાળક સહિત દંપતી ગંભીર રીતે દાઝી ગયા હતા. આ ત્રણેયને મોરબી સીવીલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવ્યા છે.

મળેલ માહિતી મુજબ મોરબીના લીલાપર રોડ પર આવેલી ફકરી પાર્ક શેરી નંબર 1માં રહેતા હુશેનભાઈ મહંમદભાઈ નગરિયા (ઉ.વ. 35)ના મકાનમાં આજે અચાનક રાંધણ ગેસનો બાટલો ફાટતા આગ લાગી ગઈ હતી જેમાં હુશેનભાઈ મહંમદભાઈ નગરિયા તથા તેમના પત્ની શકિનાબેન હુશેનભાઈ નગરિયા ઉ.વ.27 અને પુત્ર અમર હુશેનભાઈ નગરિયા (ઉ.વ. 6) ગંભીર રીતે દાઝી ગયા હતા.

આ બનાવની જાણ થતાં 108 ના સ્ટાફે ઘટનાસ્થળે દોડી જઈને ત્રણેય ઇજાગ્રસ્તોને મોરબીની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપીને ત્રણેયને વધુ સારવાર અર્થે રાજકોટ રીફર કરવામાં આવેલ છે.

વોટ્સએપથી પહેલા સમાચાર મેળવવા માટે કપ્તાનની ટેલિગ્રામ ચેનલ જોઈટ કરવા નીચેની લિંક પર ક્લીક કરો…..

https://t.me/kaptaannews

આ સમાચારને શેર કરો
  • 21
  •  
  •  
  •  
  •  
  •  
    21
    Shares