વાંકાનેર: સતાપર ગામમાં ચોરા પર વીજળી પડી
By Rameshbhai Satapar
વાંકાનેર: આજે બપોરના થોડું વરસાદી વાતાવરણ થયું હતું ત્યારે બપોરના ત્રણ સાડા ત્રણ વાગ્યાની આસપાસ સતાપર ગામમાં ગાજવીજ સાથે વરસાદના છાંટા ચાલુ થયા હતા અને અચાનક સાડા ત્રણ વાગ્યે ગામના રામજી મંદિર (ચોરા) પર વીજળી પડી હતી.
મળેલી માહિતી મુજબ આજે બપોરે 03:30 વાગ્યે સતાપર ગામ માં અને આજુબાજુના વિસ્તારમાં વરસાદના છાંટા ચાલુ થયા હતા તેવામાં અચાનક ગામમાં આવેલ રામજીમંદિર પર વીજળી પડી હતી સદનસીબે કોઈ જાનહાની થઈ નથી પરંતુ જવાના દિવાલમાં નુકસાન થયું હતું અને કેટલાક નળીયા ફૂટી ગયા હતા. વરસાદ તો થોડા છાંટા જ પડયા, આ થોડા છાંટામાં પણ સતાપરમાં વીજળી પડી હતી અને ચોરામાં નુકસાન થયું છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/DEu4hGaAFCkKgqPWw0goaT
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…
વોટ્સએપથી પહેલા સમાચાર મેળવવા માટે કપ્તાનની ટેલિગ્રામ ચેનલ જોઈટ કરવા નીચેની લિંક પર ક્લીક કરો…..