Placeholder canvas

વાંકાનેર: બોલેરોમાં ચોરખાનું બનાવીને દારૂની હેરાફેરી કરતા બેની ધરપકડ

મોરબી : મોરબી એલસીબીની ટીમે વાંકાનેર બાઉન્ડ્રી પાસે બોલેરોના ચોરખાનમાંથી રૂ. 38000નો વિદેશી દારૂ પકડી પાડી બે શખ્સોની ધરપકડ કરી છે. આ ઉપરાંત અન્ય એક શખ્સનું નામ ખુલતા તેની સામે પણ કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર એલસીબીને વાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકા પાસે અમદાવાદ તરફથી મહીન્દ્રા બોલેરો પીકઅપ ગાડી નંબર-GJ-07-YZ-1750 વાળીમાં ગે.કા. ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો ભરી રાજકોટ જનાર હોય તેવી ચોકકસ હકિકત મળેલ હોય જે આધારે રેઇડ કરતા બોલેરો ગાડીના ઠાઠાના ભાગે પડખામાં બનાવેલ ચોર ખાનામાંથી દારૂની બોટલો સાથે કુલ બે ઇસમો રાજુભાઇ નરશુભાઇ ડામોર ઉ.વ.33 રહે. દુધમાલી ડામોર ફળીયુ તા.ધાનપુર જી.દાહોદ, ચંદુભાઇ મંગળસિંગ પલાસ ઉ.વ. 23 રહે. આંબલી મેનપુર તળવી ફળીયુ તા.ધાનપુરની ધરપકડ કરવામાં આવી છે.

બન્નેની પ્રાથમિક પૂછપરછમાં નાથુભાઇ રહે. હાલ કુવાડવા તા.જી.રાજકોટનું નામ ખુલતા તેઓની સામે પણ ગુનો દાખલ કરી પકડવાની તજવીજ હાથ ધરાઈ છે. પોલીસે રોયલ સ્ટેગ કલાસીક વ્હીસ્કીની બોટલ નંગ-95 કિ.રૂ.38000, મહીન્દ્રા બોલેરો પીકઅપ ગાડી નંબર-GJ-07-Y2-1750 કિ.રૂ. 3,00,000 મળી કુલ 3.49 લાખનો મુદ્દામાલ કબ્જે કરેલ છે.

આ સમાચારને શેર કરો