Placeholder canvas

વાંકાનેર: જોગજતી હનુમાનજી ગુફા-ધમલપરમાં ૧૧ કુંડી લઘુરૂદ્ર-યજ્ઞ મહાપ્રસાદ-સંતવાણ

‘‘જોગજતી ગ્રુપ’’દ્વારા ૫.પૂ. સદગુરૂદેવશ્રી ૧૦૦૮ શ્રી રણછોડદાસબાપુની ૩૬ મી પુણ્યતિથિ નિમિત્તે ૧૧ કુંડી લધુરૂદ્ર યજ્ઞનું ભવ્ય આયોજન

વાંકાનેર,તા.૧ : વાંકાનેરમાં રામ ટેકરી – જોગજતી હનુમાનજી ગુફાની જગ્યા ઘમલપર -૨માં ‘‘ગુરૂ તેજ પ્રકાશ દિપક” વાંકાનેરમાં ઘમલપરમાં આવેલ સુ- સિદ્ધ ધર્મિક સ્થળ શ્રી ગુફા હનુમાનની જગ્યા ખાતે ૫, પૂજ્ય પ્રાતઃ સ્મરણીય ૧૦૦૮ શ્રી શ્રી સદગુરૂશ્રી રણછોડબાપુની અસીમકૃપાથી ‘‘જોગજતી ગ્રુપ’’દ્વારા આગામી તારીખ ૪/૩/૨૨ને શુક્રવારના રોજ ૫.પૂ. સદગુરૂદેવશ્રી ૧૦૦૮ શ્રી રણછોડદાસબાપુની ( ૩૬ મી પુણ્યતિથિ) નિમિત્તે ( ૧૧ કુંડી લધુરૂદ્ર યજ્ઞ )નું ભવ્ય આયોજન કરેલ છે.

આ યજ્ઞનો શુભારંભ સવારે ૮:૦૦ કલાકે થશે જેનું સાંજે ૪:૦૦ બીડું હોમાશે, ત્યારબાદ સાંજે ૬:૦૦ કલાકથી ‘‘મહાપ્રસાદ’ રાખેલ છે, તેમજ રાત્રીના ૧૦:૦૦ વાગ્યાંથી ‘‘સંતવાણી – ભંજન’’ નો ભવ્ય કાર્યક્રમ રાખેલ છે જેમાં સુ-સિદ્ધ કલાકાર દલસુખભાઈ પ્રજાપતિ, અરજણભાઈ મોરવાડીયા, ભાવેશભાઈ પટેલ (ભજનિક) અશોકભાઈ ગોડલીયા, કશ્યપ ઉસ્તાદ, બેન્જો માસ્ટર રાજુ મકવાણા તથા સાંજીદા ગ્રુપ રાત્રીભર સંતવાણી, ભજનોની રંગત જમાવશે.

શ્રી જોગજતી ગુફા હનુમાનજીની પાવન પવિત્ર ભૂમિમાં સદગુરૂદેવશ્રી રણછોડદાસબાપુની ( ૩૬ મી પુણ્યતિથિ મહોત્સવ )અતિ, આનંદ અને ઉત્સાહ પૂર્વક ભકિતમયના દિવ્ય માહોલ વચ્ચે ઉજવવાનું ‘‘જોગજતી ગ્રુપ” દ્વારા નક્કીકરવામાં આવેલ છે. સમગ્ર મંદિરને અનેરા લાઈટ ડેકરોસન, સિરીઝો અને પુષ્પો, ફૂલોથી સજાવટ કરવામાં આવશે તેમજ વિશાળ સમીયાળો ઉભો કરવામાં આવશે

પ્રતિ વર્ષ પ.પુ. સદગુરૂદેવશ્રી રણછોડદાસબાપુની પુણ્યતિથિ પ્રંસગે સૌરાષ્ટ્ર,ઝાલાવાડ, કચ્છ, રાજકોટ, મોરબી, વાંકાનેર, અહમદાવાદ, તેમજ વાંકાનેર તાલુકાના ગામોમાંથી દૂર દૂર થી ભાવિક – ભક્તજનો આ ધર્મોત્સવનો લાભ લેવા પધારે છે અને હજારો ભાવિકો પ્રતિ વર્ષ મહાપ્રસાદ લ્યે છે ભંજન, ભોજન અને ભજનનો ત્રિવેણી સંગમ થાય છે આ દિવ્ય પાવન પુણ્યશાળી સર્વ ભાવિક ભક્તજનોને પધારવા ‘‘જોગજતી ગ્રુપ’’ દ્વારા ભાવભર્યું નિમંત્રણ છે.

આ સમાચારને શેર કરો