Placeholder canvas

વાંકાનેર: તીથવા હાઈસ્કૂલ વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શનમાં જિલ્લામાં પ્રથમ

મોરબી જિલ્લાની ગૌરવવંતી અને વાંકાનેર તાલુકાની અદકેરી ગ્રાન્ટેડ હાઈસ્કૂલ એટલે શ્રી તીથવા હાઈસ્કૂલ તીથવા.

સરકારી શાળામાં સારૂં શિક્ષણ મળે નહીં, છોકરાઓને ભણવા હોય તો પ્રાઇવેટ સ્કૂલમાં જ ભણાવવા જોઈએ… આવુ મોટા ભાગના લોકો માની રહયા છે. ત્યારે વાંકાનેર તાલુકાની ઘણી બધી સરકારી પ્રાથમિક શાળા અને હાઇસ્કૂલમાં બાળકોના સર્વાંગી વિકાસ થાય તેવું શિક્ષણ આપવાનું કામ થઇ રહ્યું છે. તાજેતરમાં વાંકાનેર તાલુકાના તીથવા ગામે આવેલી તીથવા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ G C E R T – ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલિમ ભવન – રાજકોટ ,મોરબી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી – મોરબી આયોજિત ગણિત – વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં મોરબી જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવીને હવે રાજ્યમાં જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.

તા. 2/3/2022 ને બુધવારના રોજ G C E R T – ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલિમ ભવન – રાજકોટ ,મોરબી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી – મોરબી આયોજિત ગણિત – વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન ઓન લાઇન મોડમાં યોજવામાં આવેલ હતુ. જેનું પરિણામ જાહેર થતા શાળાનું નામ પસંદ થતા શાળાના વિદ્યાર્થીઓ, માર્ગદર્શક શિક્ષકશ્રી તથા શાળા પરિવારને સૌ અભિનંદન પાઠવી રહ્યા છે અને આગામી સ્પર્ધા માટે શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

આ ગણિત – વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં કૂલ પાંચ વિભાગ રાખવામાં આવેલ હતા. હાલની કોવિડ -19 ની પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખીને ઓન લાઇન મોડના માધ્યમથી પ્રદર્શન યોજવામાં આવેલ હતુ. જેમાં વિભાગ 3 – સોફ્ટવેર એન્ડ એપ્સ નામના વિભાગમાં શાળાની કૃતિ – “જેસ્ચર કંટ્રોલ રોબોટ” રાજ્ય કક્ષાએ સ્પર્ધા માટે પસંદગી પામેલ છે.

આ જેસ્ચર કંટ્રોલ રોબોટ વિવિધ ક્ષેત્રોમાં વિશાળ ઉપયોગીતા ને જોતા ભવિષ્યમાં તે ખૂબ ઉપયોગી સાબિત થશે. અગાઉ ના વર્ષોમાં પણ શ્રી તીથવા હાઈસ્કૂલ તીથવા એ શ્રેષ્ઠ કૃતિઓની રચના કરી, શ્રેષ્ઠ દેખાવ કરી ને રાજ્ય કક્ષાએ મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરેલ. આ વર્ષની કૃતિ તૈયાર માટે શાળાના વિદ્યાર્થીઓ ચૌધરી મુબિરા, અને માથકિયા તસ્કિન તથા વિજ્ઞાન શિક્ષકશ્રી બી. ડી. ગોપાણી, આચાર્યશ્રી ડૉ. ડી. એન. પરબતાણી, સમગ્ર શાળાના ટીચિંગ અને નોન-ટીચિંગ સ્ટાફ અને વિદ્યાર્થીઓ એ ખૂબ જહેમત ઉઠાવેલ.

આ કૃતિ જોવા માટે નીચેનો વીડિયો જુવો……

આ સમાચારને શેર કરો