Placeholder canvas

ગુજરાતની 7 વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની આજે જાહેરાત થવાની શક્યતા

ચૂંટણી પંચ ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી સાત બેઠક પર પેટા ચૂંટણીની તારીખોની જાહેરાત પણ કરી શકે છે. ચૂંટણી પંચ આજે બપોરે 12 વાગ્યે પ્રેસ કૉન્ફરન્સ કરીને ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે.

ગુજરાતની આ સાત બેઠક ખાલી છે અને તે બેઠકમા ચુંટણી થશે… ભાજપ કોંગ્રેસ બન્નેએ તૈયારી શરૂ કરી દીધી છે. જુઓ બેઠક વિશેની ટુંકી માહિતી…

મોરવા હડફ બેઠક : કોંગ્રેસના ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટને અનુસુચિત જાતિના પ્રમાણપત્ર મામલે ગેરલાયક ઠેરવતા બેઠક ખાલી પડી.

બાયડ બેઠક : કોંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા રાજીનામું આપીને ભાજપમાં જોડાતા બેઠક ખાલી પડી.

રાધનપુર બેઠક : કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર રાજીનામું આપીને ભાજપમાં જોડાતા બેઠક ખાલી પડી.

લુણાવાડા બેઠક : ભાજપના ધારાસભ્ય રતનસિંહ રાઠોડ પંચમહાલ લોકસભા બેઠક પરથી ચૂંટાતા બેઠક ખાલી પડી.

અમરાઈવાડી બેઠક : ભાજપના ધારાસભ્ય એચ.એસ.પટેલ અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી ચૂંટાતા બેઠક ખાલી પડી.

ખેરાલુ બેઠક : ભાજપના ભરતસિંહ ડાભી પાટણ લોકસભા બેઠક પરથી ચૂંટાતા બેઠક ખાલી પડી.

થરાદ બેઠક : ભાજપના ઉમેદવાર પરબત પટેલ બનાસકાંઠા લોકસભા બેઠકમાં વિજેતા બનતા બેઠક ખાલી પડી.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/E8dgReCMZEvFSbLkqxZbHJ

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો