Placeholder canvas

TIPS! પોલીસ મોટી રકમનો મેમો આપે તો તને નાની રકમમાં કેમ બદલવો? જાણવા વાંચો.

TIPS! આપતો પોલીસકર્મીનો વિડિયો ફેસબુક પર આ એક અઠવાડીયાથી શેર કરવામાં આવી રહ્યો છે, અને અત્યાર સુધીમાં આ વીડિયોને 90 લાખથી વધારે વ્યૂ મળી ચુક્યા છે.

નવા મોટર વ્હીકલ એક્ટ લાગુ થયા બાદ દેશભરમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવા પર લોકો પાસેથી મોટો દંડ વસૂલવામાં આવી રહ્યો છે. ત્યારે એક પોલીસકર્મીએ વીડિયો જાહેર કરી લોકોને જણાવ્યું છે કે, લોકો કેવી રીતે હજારો રૂપિયાનો મેમો માત્ર 100 રૂપિયામાં છોડાવી શકે છે. ભારે દંડથી બચવા માટે ટિપ્સ આપી રહેલા પોલીસકર્મી સુનિલ સંઘૂનો આ વીડિયો ફેસબુક પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. પોલીસકર્મી વીડિયોમાં જણાવે છે કે, પાંચ હજારનો મેમો માત્ર 100 રૂપિયામાં પતાવી શકાય છે.

પોલીસકર્મી સુનિલ સંઘૂઍ વીડિયોમાં જણાવ્યું છે કે, જો તમારી પાસે લાયસન્સ અથવા આરસીબુક નથી તો તમને 5000નો મેમો આપવામાં આવશે, તો પ્રદુષણ સર્ટિફિકેટ ન હોવા પર 10 હજારનો મેમો. પરંતુ જો તમે આ ભારે ભરખમ મેમાથી બચી શકો છો. તેના માટે તમારી પાસે 15 દિવસનો સમય હોય છે, અને તમે તમારા સંબંધિત અધિકારીને 15 દિવસમાં પોતાના ડોક્યુમેન્ટ દેખાડી માત્ર 100 રૂપિયામાં હજારોનો મેમો બચાવી શકો છો.

પોલીસકર્મી સુનિલ સંઘૂએ વીડિયોમાં વધુમા વિડિયોમા એવુ કહ્યું છે કે, જો તમારી પાસે ડીએલ, આરસી, પીયુસી અથવા વીમો ન હોય તો નવા નિયમ અનુસાર, તમને 22 હજારનો મેમો આપવામાં આવી શકે છે. પરંતુ જો તમે 15 દિવસની અંદર અધિકારીઓને ઓરિઝનલ ડોક્યુમેન્ટ્સ દેખાડી દો છો તો, તમારે ચારે ડોક્યુમેન્ટ્સના 100-100 રૂપિયાનો જ મેમો ભરવો પડશે. જેનો મતલબ એ છે કે, 22 હજારનો મેમો માત્ર 400 રૂપિયા જ ભરવો પડશે. ફેસબુક પર આ વીડિયો એક અઠવાડીયાથી શેર કરવામાં આવી રહ્યો છે, અને અત્યાર સુધીમાં આ વીડિયોને 90 લાખથી વધારે વ્યૂ મળી ચુક્યા છે.

Note: કપ્તાન ન્યૂઝ આ વાતની પુષ્ટી નથી કરતું કે, વીડિયોમાં જે વ્યક્તિ પોલીસકર્મી તરીકે દેખાઈ રહ્યો છે, તે સાચે જ પોલીસકર્મી છે કે નહી. અને તેમના દ્વારા કહેવામાં આવેલી વાતની પણ પુષ્ટી નથી કરતુ.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/E8dgReCMZEvFSbLkqxZbHJ

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ વિડીયો જોવા માટે નીચેની લીંક પર ક્લિક કરો….

TIPS! પોલીસ મોટી રકમનો મેમો આપે તો તને નાની રકમમાં કેમ બદલવો? જાણવા માટે નીચેની લિંક ક્લિક કરો…. અને વાંચો…..https://kaptaan.co.in/tips-if-the-police-give-a-big-memo-why-change-it-to-a-smaller-amount/

Kaptaan यांनी वर पोस्ट केले शुक्रवार, २० सप्टेंबर, २०१९
આ સમાચારને શેર કરો