Placeholder canvas

ઝવેરચંદ મેઘાણીના જન્મસ્થળ ચોટીલામાં બનશે મ્યુઝીયમ

ઝવેરચંદ મેઘાણીના જન્મસ્થળ ચોટીલામાં પાંચ કરોડના ખર્ચે સરકાર મ્યુઝીયમ બનાવાશે.

આજે 28 ઓગષ્ટના દિવસે ગુજરાત રાજ્ય અને ગુજરાતી સાહિત્ય જગત રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી ઉજવી રહ્યું છે, ત્યારે ગાંધીનગરમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મોટી જાહેરાત કરી છે. ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી નિમિત્તે તાલુકા જિલ્લા અને રાજ્યકક્ષાએ વિવિધ આયોજનો કરવામાં આવ્યાં છે, તો સાથે શાળા કોલેજ અને યુનિવર્સિટી કક્ષાએ ઝવેરચંદ મેઘાણી સંપાદિત લોક્ગીતોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

આજે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા કાર્યક્રમોના આયોજનો વિશે વાત કરીએ તો મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે ગુજરાત સાહિત્ય અકાદમીના નવા ભવન “ઝવેરચંદ મેઘાણી સાહિત્ય અકાદમી ભવન”નું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ સાથે જ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું વેબ-પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. તો રાજ્યના સરકારી ગ્રંથાલયોમાં ઝવેરચંદ મેઘાણી કોર્નર બનાવવા માટે તેમના પુસ્તકોના સેટનું વિતરણ કરવામાં આવ્યું છે.

અ અંગેના રાજ્ય સરકારના કાર્યક્રમમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મોટી જાહેરાત કરતા કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા ઝવેરચંદ મેઘાણીના જન્મસ્થળ ચોટીલામાં પાંચ કરોડના ખર્ચે ઝવેરચંદ મેઘાણી મ્યુઝિયમ બનાવવામાં આવશે. આ મ્યુઝીયમમાં તેમના જીવન સાથે તેમની કૃતિમાં વર્ણવાયેલા વિવિધ પ્રસંગો દ્વારા ઝવેરચંદ મેઘાણી સાહિત્યને વધુ ઉજાગર કરવાના પ્રયત્નો કરવામાં આવે તેવું આયોજન થઇ શકે છે.

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે:-https://chat.whatsapp.com/FQTfpgj5vPdLBPWtZn0YKh

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો…

મોબાઈલ એપ્સ
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…
https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો