પુલ ઉપરથી પડી જતા યુવકનું મોત.

ચોટીલા નજીક આવેલ બામણબોર નવાપરા વચ્ચે આવેલ જુના પુલ ઉપરથી યુવક નીચે પડી જતા માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેને હેમરેજ થઈ જતા તેનું મોત નીપજયું હતું.

મળેલી માહિતી મુજબ ચોટીલા ના ગુંદાળા ગામના વતની દિનેશભાઈ સવાભાઈ જીંજણીયા બામણબોર થી નવા પરા વચ્ચે આવેલા જૂના પુલ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. પસાર થતા સમયે તેમનો પગ લપસી જતા કે કોઈ અન્ય કારણોસર તે પુલની નીચે ખાબકયા હતા અને તેમના માથામાં ગંભીર ઇજાઓ પહોંચવા પામી હતી તેમને પ્રથમ ચોટીલા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા પરંતુ ત્યાં તેમની હાલત વધુ પડતી લથડતી જતી હોય ત્યારબાદ તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજવા હતું. તેને લઈને પરિવારમાં પણ શોકની લાગણી વ્યાપી જવા પામી છે.

આ સમાચારને શેર કરો