Placeholder canvas

વાંકાનેર: સંઘની ચૂંટણીનું નવુ સીમાંકન રદ, જુના સીમાંકન મુજબ ચુંટણી કરવા હાઈકોર્ટનો હુકમ…

વાંકાનેર: તાજેતરમાં જ નાયબ કલેકટર દ્વારા જુના સીમાંકનમાં ફેરફાર કરી ચુંટણી જાહેર કરી હતી, જેની સામે કોંગ્રેસના આગેવાનો હાઇકોર્ટમાં ગયા હતા. હાઇકોર્ટે જુના સીમાંકન મુજબ ચૂંટણી કરવાનો હાઇકોર્ટે આદેશ કર્યો છે…

વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં આજે ફરી નવો વળાંક આવ્યો છે, જેમાં નામદાર ગુજરાત હાઇકોર્ટમાં સંઘની ચૂંટણી બાબતે કોંગ્રેસ પક્ષના આગેવાનો દ્વારા કરવામાં આવેલ પીટીશનને કોર્ટે મંજૂર કરી નાયબ કલેકટર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ નવાં સીમાંકન અને અત્યાર સુધી કરવામાં આવેલ નવા સીમાંકન મુજબની ચુંટણી પ્રક્રિયાને રદ કરી પુનઃ જુના સીમાંકન મુજબ ચાર અઠવાડિયામાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવાનો હાઈકોર્ટે હુકમ કર્યો છે…

બાબતે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં વાંકાનેર નાયબ કલેકટર દ્વારા તા. ૧૯/૦૧/૨૩ ના રોજ કામચલાઉ મતદારયાદી પ્રસિદ્ધ કરી તેની સામે વાંધાઓ મંગાવવામાં આવ્યા હતા જે બાદ નાયબ કલેકટર દ્વારા જુના સીમાંકનમાં આવેલ વાંધાઓને માન્ય રાખી તા. ૦૬/૦૨/૨૩ ના રોજ ચૂંટણી માટે નવું સીમાંકન પ્રસિદ્ધ કરી ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી,

જેની સામે નામદાર ગુજરાત હાઇકોર્ટમાં કોંગ્રેસના આગેવાનો દ્વારા પિટિશન કરવામાં આવેલ જે અનુસંધાને આજરોજ કોર્ટ દ્વારા આ પિટિશનને મંજૂર કરી નાયબ કલેકટર દ્વારા સત્તા બહાર પ્રસિદ્ધ કરવામાં આવેલ નવા સીમાંકનને ગેરકાયદેસર ઠેરવી તેને રદ કરી, પુનઃ તા. ૧૯/૦૧/૨૩ મુજબના જૂના સીમાંકન અનુસાર ચાર અઠવાડિયામાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવાનો હુકમ કરવામાં આવ્યો છે..‌.

તા. ૧૯/૦૧/૨૩ મુજબ નું સીમાંકન….

૧). વાંકીયા : વાંકીયા, પંચાસીયા અને પંચાસર સહકારી મંડળી લી.
૨). ઢુવા : ઢુવા, રણેકપર, વઘાસિયા અને ભોજપરા સહકારી મંડળી લી.
3). માટેલ : માટેલ, વરડૂસર, પલાંસ અને પાડધરા સહકારી મંડળી લી.
૪). લુણસર : લુણસર, ગાંગિયાવદર, સરધારકા અને જેતપરડા સહકારી મંડળી લી.
૫). રસિકગઢ : રસિકગઢ, દલડી, મહિકા જળસિંચન અને ગેલેક્સી હોર્ટિકલચર સહકારી મંડળી લી.
૬). કેરાળા : કેરાળા, ચંદ્રપુર, રાજાવડલા અને સર્વોદય હોર્ટિકલચર સહકારી મંડળી લી.
૭). કોઠારીયા : કોઠારીયા, તીથવા, પાંચદ્રારક અને અરણીટીંબા સહકારી મંડળી લી.
૮). સિંધાવદર : સિંધાવદર, સિંધાવદર જળસિંચન, તીથવા-પાંચદ્રારકા બાગાયત અને કોટડા સહકારી મંડળી લી.
૯). પ્રતાપગઢ : પ્રતાપગઢ, વાલાસણ, પીપળીયા રાજ અને પીપળીયા આગાભી સહકારી મંડળી લી.
૧૦) જાલસિકા : જાલસિકા, ખેરવા, કણકોટ અને ખીજડિયા સહકારી મંડળી લી.
૧૧). ગારીડા : ગારીડા, જાલીડા, જોધપર અને કોઠી સહકારી મંડળી લી.
૧૨). મહિકા : મહિકા, મેસરિયા, અદેપર અને વિનયગઢ સહકારી મંડળી લી.

આ સમાચારને શેર કરો