વાંકાનેરમાં વૃદ્ધાશ્રમ સામે યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા

વાંકાનેર : વાંકાનેર શહેરમા ટેકરી પાસે વૃદ્ધાશ્રમ સામે આવેલ સોસાયટીમાં છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર શહેરમાં ટેકરી પાસે આવેલ વૃદ્ધાશ્રમ સામે સાંજના સમયે કેશભાઈ જીવાભાઈ ધંધુકિયા ઉ.36 નામના યુવાનની કોઈ અજાણ્યા શખ્સોએ છરીના ઘા ઝીકી ઝીકી દેતા તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે. આ યુવાન અમરસર ગામનો હોવાની પ્રાથમિક માહિતી મળી છે.

આ ઘટનાની જાણ થતાં જ વાંકાનેર સિટી પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને હત્યાનું કારણ જાણવા અને હત્યારાની ઓળખ મેળવવા પ્રયાસો હાથ ધરી વિધિવત ફરિયાદ નોંધવા કાર્યવાહી શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો