વાંકાનેર: અમરસર રાજકોટ ડેરી પાસે રોડ પરના ખાડાના કારણે અકસ્માત ત્રણને ઈજા, એક ગંભીર

વાંકાનેર:કુવાડવા રોડ પર અમર પાસે આવેલ ગોપાલ ડેરીના સિલિંગ સેન્ટર પાસે રોડ પરના ખાડાના કારણે અહીં અકસ્માત થાય છે, આમ છતાં તંત્ર હરકતમાં આવીને આવા ખાડા બુરવાનું કામ સૂઝતું નથી કે ઇચ્છા શક્તિ નથી, પરિણામે અહીં વારંવાર અકસ્માત થઈ રહ્યા છે. શું તંત્ર અહીં કોઈનો ભોગ લેવાની રાહ જોઈ રહ્યું છે.

ગત રાત્રે અહીં એક ટ્રિપલ સવાર બાઈકનું આવા ખાડાના કારણે અકસ્માત થયું છે. રોડ પર અચાનક ખાડો આવતા બાઇક સવાર બાઈકનું કંટ્રોલ ન કરી શકતા અકસ્માત થયું હતું, જેમાં બાઇકમાં સવાર ત્રણ વ્યક્તિને ઈજા થઈ છે. તેમને 108 મારફત વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

મળેલી માહિતી મુજબ આ અકસ્માતનો ભોગ બનેલ વ્યક્તિ ખખાણા ગામના હતા અને તેઓ વાંકાનેરથી ખખાણા તરફ જઈ રહ્યા હતા અકસ્માતમાં એક મહિલા સહિત ત્રણ વ્યક્તિ હોવાની માહિતી મળી છે જેમાંથી મહિલાને માથામાં ગંભીર ઈજા થઈ હોવાનીના કારણે રાજકોટ રીફર કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ જગ્યા પર ત્રણ દિવસ પૂર્વે એક રિક્ષાનું પણ અકસ્માત થયું હતું તેમાં પણ બે ત્રણ વ્યકિતને ઇજા થઇ હતી.

વાંકાનેરની નેતાગીરી લોકોના મત મળી ગયા પછી તેમની કામ કરવાની ઈચ્છા શક્તિ હોય તેવું લાગતું નથી કે પછી સરકારી બાબુઓ તેમણે ગાંઠતા નથી? વાંકાનેર-કુવાડવા રસ્તો બન્યાને હજુ જાજો સમય થયો નથી, આમ છતાં ઘણી બધી જગ્યાએ મોટા મોટા ખાડા પડી ગયા છે. જે ખાડાઓના કારણે વારંવાર અકસ્માત થાય છે પણ તંત્ર હરકતમાં આવતું નથી કેમ કે તેમને વાંકાનેરની નેતાગીરીનો કોઇ ડર નથી. તંત્ર જાગે અને રસ્તામાં પડી ગયેલા મોટા ખાડા તાત્કાલિક પૂરવાની કામગીરી હાથ ધરે તેવી લોકમાંગણી છે.

L
આ સમાચારને શેર કરો