Placeholder canvas

‘મોરના ઇંડા ચીતરવાના ન હોય’ યોગેન્દ્રસિંહના પુત્રને મેથ્સમાં 100 માંથી 100 માર્ક્સ

આજે ધોરણ 10નું ગુજરાત બોર્ડનું પરિણામ જાહેર થયું આજે કોને કેટલા ટકા આવ્યા ? ટોપ-૧૦મા કોણ આવ્યું ? કઈ સ્કૂલનું કેટલું રિઝલ્ટ આવ્યું ? આવી ધોરણ 10ના બોર્ડના પરિણામની માહિતી પુછાતી રહી અને અમે એ આપવાની કોશિશ કરતા રહ્યા…. એ દરમિયાન એક માહિતી એવી સામે આવી છે કે….

જ્ઞાનગંગા સ્કૂલના પ્રિન્સિપાલ યોગેન્દ્રસિંહ ઝાલાના પુત્ર હેતરાજસિંહ ઝાલાએ આ વર્ષે ધોરણ 10ની પરીક્ષા આપી હતી. તેઓ માત્ર ધોરણ 10માં પાસ જ નથી થયા પણ વાંકાનેરના ટોપટેનમાં સ્થાન મેળવેલ છે. એમાં પણ ખાસ કરીને ગણિતમાં તેમને 100 માંથી 100 માર્ક્સ મળેલ છે. તેઓએ 99.61 PR અને 94% મેળવેલ છે. અહીં પેલી કહેવત યથાર્થ થાય છે કે ‘મોરના ઈંડા ચીતરવાના ન હોય”

અહીં એ કહેવાની જરૂર નથી લાગતી કે હેતરાજસિંહ જ્ઞાનગંગા સ્કૂલમાં અભ્યાસ કરતા હતા….!!! હેતરાજસિંહ અને ઝાલા પરિવારને અભિનંદન…

આ સમાચારને શેર કરો