તીથવાની જી.પી.હાઇસ્કૂલની વિદ્યાર્થીનીએ આ-1 ગ્રેડ મેળવ્યો.

વાંકાનેર: હવે સરકારી શાળામાં કાંઈક દમ નથી, જો છોકરા ભણવા જ હોય તો સરકારી શાળામાં ન મોકલાય, થોડો ખર્ચો કરીને સેલ ફાઈનાન્સ મોકલવા જોઈએ અને તો જ છોકરા ભણે… આ વાતમાં કોઈ દમ નથી એ પૂરવાર આ વખતે તીથવા ગામની જી પી હાઇસ્કુલે કરી બતાવ્યું છે.

આજે આવેલા ધોરણ 10ના બોર્ડના પરિણામમાં તીથવા હાઈસ્કૂલમાંથી કુલ 43 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 28 વિદ્યાર્થીઓ પાસ થયા છે, તીથવા હાઇસ્કૂલનું 65.11 ટકા પરિણામ આવેલ છે. મહત્વની વાત એ છે કે આ સ્કૂલમાંથી એક વિદ્યાર્થીનીએ એ-વન ગ્રેડ મેળવ્યો છે. ચૌધરી મુબિરા શાહબુદીનભાઈએ 600માંથી 557 માર્ક્સ, 92.83% અને 99.32 PR મેળવેલ છે.

જ્યારે અન્ય બે વિદ્યાર્થિનીઓએ એ-ટુ ગ્રેડ મેળવેલ છે. ભાલારા સુજાના નિઝામુદીન 520 માર્ક્સ, 86.66%, 96.44 PR અને માથકિયા તસ્કિનબાનું ઈલમુદીન ને 507 માર્કસ, 84.50%, 94.99 PR મેળવેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ સ્કૂલ પાસે વિદ્યાર્થીઓને જ્યાં બેસાડીને અભ્યાસ કરાવી શકાય તેવા વર્ગખંડો (સ્કૂલ બિલ્ડીંગ) નથી હાલમાં ગામની પ્રાથમિક શાળામાં બેસીને શિક્ષણકાર્ય કરવામાં આવે છે.

વિદ્યાર્થીઓ અને સ્ટાફ પરિવારને અભિનંદન

કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…

કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો…https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/IqRnCMZ4qWuIYwQK1nw6um

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો