Placeholder canvas

સિંધાવદર, સજનપર અને હડમતીયામાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી…

એસ.એમ.પી.હાઈસ્કૂલ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી

21જૂન ના દિવસે સમગ્ર વિશ્વમા યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વાંકાનેર તાલુકાના સિંધાવદર ની એસ.એમ.પી. હાઈસ્કૂલ ખાતે પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. આજે વહેલી સવારે 6 વાગ્યે ધોરણ 6 થી12 ના તમામ વિધાર્થીઓ તેમજ શિક્ષકો શાળા એ પહોંચી સૌ પ્રથમ પ્રાર્થના કરવામાં આવી અને ત્યાર બાદ યોગ પહેલાની સુક્ષ્મક્રિયાઓ કરવામાં આવી.અને બાદમાં પહેલા ઉભા રહીને કરવાના આસનો કર્યા બાદમાં બેસીને કરવાના અને પછી પીઠ પર સૂઈને કરવાના આસનો કરવામાં આવ્યા. આસનો બાદ કપાલભાતિ અને ભ્રમરી પ્રાણાયામ કરવામાં આવ્યા.અને અંતે ધ્યાન કરવામાં આવ્યું.

અંતમાં શાળાના આચાર્ય સાહેબ દ્વારા યોગનું જીવનમાં શુ મહત્વ છે અને આજના ભાગદોડના સમયમાં યોગ ની ઉપયોગીતા વિશે અને માનનીય વડાપ્રધાન શ્રી એ યોગ ને વિશ્વફલક પર લઈ જવાના પ્રયાસો ની માહીતી વિધાર્થીઓને આપી અને છેલ્લે યોગ સંકલ્પ કરાવીને ઉજવણી ની પુર્ણાહુતી કરી હતી.

ટંકારા તાલુકાના હડમતિયા ગામની પ્રાથમિક શાળામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

આજ રોજ 21 જૂન 2023ના હડમતિયા કુમાર શાળા, તાલુકા કન્યા શાળા, એમ.એમ. ગાંધી વિધાલય “વિશ્વ યોગ દિવસ” ની ઉજવણી કરવામાં આવી જેમાં શાળાના યોગ શિક્ષિક હર્ષદભાઈ લો, ડી.સી. રાણસરીયા, દ્વારા શાળાના તમામ બાળકોને યોગ પ્રોટોકોલ મુજબ યોગ કરાવવામાં આવ્યા. આ કાર્યક્રમમાં ગામલોકો, પંચાયત આગેવાનો, શાળાના વાલીશ્રીઓ, SMC અધ્યક્ષ તેમજ SMC સભ્યો હાજર રહ્યા હતા.

આ પ્રસંગે કુમાર શાળાના આચાર્યશ્રીઓ ધાનજા નરેન્દ્રભાઈ, કન્યા શાળાના નિલેશભાઈ સિણોજીયા, એમ. એમ. ગાંધી વિદ્યાલયના અઘારા સાહેબ, ટ્રસ્ટી સદસ્યશ્રીઓ તેમજ શાળાના સ્ટાફ હાજર રહ્યાં હતાં
આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસના કાર્યક્રમનું સફળ આયોજન કરવા બદલ શાળાના આચાર્યશ્રીઓને ગામ લોકોએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ છે.

શ્રી સજનપર પ્રા. શાળામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

આજરોજ 21 જૂન 2023ના શ્રી સજનપર પ્રા. શાળામાં “વિશ્વ યોગ દિવસ” ની ઉજવણી કરવામાં આવી જેમાં શાળાના યોગ શિક્ષિકા બહેનશ્રી વિરમગામા‌ મીનાબેન ડી. દ્વારા શાળાના તમામ બાળકોને યોગ પ્રોટોકોલ મુજબ યોગ કરાવવામાં આવ્યા ત્યારબાદ બાળકો માટે ચિત્ર સ્પર્ધા તેમજ નિબંધ લેખન જેવા કાર્યક્રમો પણ સાથે યોજાયા તેમજ બાળકો દ્વારા ગામલોકોની યોગ પ્રત્યે જાગૃતિ વધે તે માટે પ્રભાત ફેરી નું પણ આયોજન કરવામાં આવેલ.

આ કાર્યક્રમમાં ગામલોકો, શાળાના વાલીશ્રીઓ, SMC સભ્યો તેમજ આરોગ્ય કર્મચારીઓએ પણ ભાગ લીધો હતો શાળાના સમગ્ર સ્ટાફ તેમજ શાળાના શિક્ષિકા બહેનશ્રી વિરમગામા મીનાબેન ડી. ને વિશ્વ યોગ દિવસના કાર્યક્રમનું સફળ આયોજન કરવા બદલ શાળાના આચાર્ય શ્રી અલ્પેશભાઇ પુજારાએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ છે.

આ સમાચારને શેર કરો