Placeholder canvas

રાતીદેવળી પ્રાથમિક શાળામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી

રાતીદેવળી પ્રાથમિક શાળામાં કરંજ અને લીમડાના દાતણ કરી વિશ્વ યોગ દિવસની શરૂઆત કરવામાં આવી હતી.

રાતીદેવળી પ્રાથમિક શાળામાં કરંજ અને લીમડાના દાતણ કરી વિશ્વ યોગ દિવસની શરૂઆત કરવામાં આવી :આજરોજ રાતીદેવળી પ્રાથમિક શાળામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં વિવિધ શારીરિક કસરતો , યોગિક ક્રિયાઓ, આસનો અને પ્રાણાયામ કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં શાળાના ધોરણ 1થી 8 ના તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકો જોડાયા હતા. આ ઉપક્રમે શાળાના આચાર્ય શ્રી રજીયાબેન હેરંજાએ બાળકોને કરંજ અને લીમડાના દાતણ કરવા પ્રેરણા આપી હતી. યોગ અને આયુર્વેદનું મહત્વ સમજાવ્યું હતું.

આ સમાચારને શેર કરો