Placeholder canvas

આજે વિશ્વ મેલેરીયા દિવસની સિંધાવદર, કોઠી અને ઢુવા પી.એચ.સી.માં ઉજવણી કરાઈ.

આજે ૨૫ એપ્રિલ એટલે કે વિશ્વ મેલેરિયા દિવસની વાંકાનેર તાલુકાના સિંધાવદર, કોઠી અને ઢુવા પી.એચ.સી.માં ઉજવણી કરવામાં આવી હતી.

જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કવિતાબેન દવે, જિલ્લા મેલેરિયા અધિકારી ડો. ડી.વી.બાવરવાની સૂચના મુજબ વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી કરવાની હોય જેના અનુસંધાને THO ડૉ.આરિફ શેરસીયા અને તાલુકા સુપરવાઈઝર વી.એચ.માથકિયાના અને દરેક પી.એચ.સી.ના મેડિકલ ઓફિસરના માર્ગદર્શન હેઠળ સિંધાવદર, કોઠી અને ઢુવા પી.એચ.સી.માં હેલ્થ વેલનેસ સેન્ટર ટીમ દ્વારા ગપ્પી ફિશ અને પોરા પ્રદર્શન અને મેલેરિયા ન થાય તે અંગે આરોગ્ય શિક્ષણ આપેલ છે તેમજ મેલેરિયા અટકાયત માટે રેલીનું આયોજન કરી પ્રચાર પ્રસાર કરી ને લોકોને વિસ્તૃત માહિતી આપવામા આવી હતી. આ જુંબેશમાં સહભાગી બનીને લોક સહકાર થકી ગુજરાત સરકારના મલેરિયમુક્ત અભિયાનને સાકાર કરી શકીએ.

મેલેરીયા મુક્તિના લક્ષ્ય સુધી પહોંચીએ મેલેરિયા માદા એનોફીલીસ મચ્છર દ્વારા ફેલાય છે જે મચ્છર ચોખ્ખા અને બંધિયાર પાણીમાં જ ઈંડા મૂકે છે. મેલેરિયાના મચ્છર સાંજે તથા રાત્રે વધારે સક્રિય હોય છે.

👉 મેલેરીયા રોગ થી બચવા માટે લાંબી બાય ના કપડાં પહેરો.

👉 ઘરમાં રહેલા પાણીના પાત્રો ને હવાચુસ્ત રીતે ઢાંકી ને રાખો તેમજ તેની નિયમિત સફાઇ કરો.

👉 નકામા ટાયર ભંગાર નો ચોમાસા પહેલા નિકાલ કરો.

👉 મેલેરિયાથી બચવા માટે દવાયુક્ત મચ્છરદાની નો ઉપયોગ તેમજ સાંજના સમયે ઘરમાં લીમડાનો ધુમાડો અને મચ્છર વિરોધી ક્રીમનો ઉપયોગ કરો.

👉 સરકારી દવાખાનામાં મેલેરિયાનું નિદાન અને સારવાર વિનામૂલ્યે કરવામાં આવે છે

આ સમાચારને શેર કરો