વાંકાનેર: S.M.P. હાઈસ્કૂલના ખેલાડીઓએ રાજ્ય ક્ક્ષાએ ડોઝબોલમાં સિલ્વર મેડલ જીત્યો.
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આયોજીત રાજ્ય કક્ષાની U-14 ડોઝબોલ સ્પધાઁ નું ભાવનગર ખાતે તારીખ 28-09-2019 થી 30-09-2019 દરમ્યાન આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર રાજ્યમાંથી 18 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં એસ.એમ.પી. હાઈસ્કૂલ -સિંધાવદરની U-14 વય જૂથ ની બહેનોની ટીમે રાજ્ય સ્તરની પ્રતિયોગીતામાં સારો દેખાવ કરી સિલ્વર મેડલ જીત્યો છે.
આગામી દિવસોમાં સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત રાષ્ટ્રીય સ્તરની પ્રતિયોગીતામા સિલ્વર મેડાલીસ્ટ ટીમ માંથી પસંદગી પામેલ ત્રણ ખેલાડી બહેનો મોરબી જિલ્લાની U-14 ની ટીમનું પ્રતિનિધિત્વ કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે એસ.એમ.પી. હાઈસ્કૂલ સિંધાવદરના આચાર્ય એ.એ.બાદી તથા વ્યાયામ શિક્ષક જે.એમ.વડાવીયાના પ્રોત્સાહન અને ખેલાડીઓની અથાગ મહેનતના ફળ સ્વરૂપે છેલ્લા ત્રણ વર્ષમા શાળાના ખેલાડીઓ એ નેશનલ કક્ષાએ ચાર બ્રોન્ઝ મેડલ મેળવી મોરબી જિલ્લાને રાષ્ટ્રીય લેવલે મેરીટ માં સ્થાન અપાવ્યું હતું.
રમતગમત ક્ષેત્રે સિદ્ધિ મેળવવા બદલ ટ્રસ્ટી મંડળના સભ્યો, આચાર્ય એ.એ.બાદી તથા શાળા પરિવારે ખેલાડીઓ અને કોચને બિરદાવ્યા હતા, તેમજ મોરબી જિલ્લા રમતગમત અધિકારી, પ્રવિણાબેન,એ.પી.ઓ. નાકિયા,વાંકાનેર કન્વીનર પટેલ, પટોડી સાહેબ તેમજ સમગ્ર જિલ્લા ના વ્યાયામ પરિવારે શાળા, કોચ તેમજ ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી.