વાંકાનેર: RTO કેમ્પ માટેનું રજિસ્ટ્રેશન ચાલુ: ટૂંક સમયમાં બીજા કેમ્પનું આયોજન

વાંકાનેર તાલુકામાં ફરી એકવાર પાછો થશે RTO HSRP ફિટમેન્ટ કેમ્પ;રજિસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે.

વાંકાનેર: વાહન વ્યવહાર નિયમોને લઈને લોકોમાં જાગૃતતા આવે અને સરકાર માન્ય ભાવ મુજબ લોકો સહેલાયથી HSRP RTO માન્ય નંબર પ્લેટ લગાવી શકે તે માટે ગઇ કાલે યજ્ઞપુરુષ નગર ગારીયા ખાતે HSRP ફિટમેન્ટ કેમ્પનું સફળ આયોજન થયું હતું.

લોકોના અભિપ્રાય અને માંગણીઓને ધ્યાને લઇ વાંકાનેર તાલુકામાં ફરી પાછો એકવાર RTO માન્ય નંબર પ્લેટ લગાવવા માટેનો કેમ્પ ટૂંક સમયમાં થશે. હાલ જે વાહન ચાલોકોને HSRP નંબર પ્લેટ ફિટ કરાવવાની બાકી હોય તે તેના વાહનનું રજિસ્ટ્રેશન ગુરુકૃપા એપ્લિકેશન, ગરાસીયા બોર્ડિંગ,વાંકાનેર ખાતેથી કરાવી શકશે. રજિસ્ટ્રેશન કરાવવા માટે આર.સી.બુક,આધારકાર્ડ અથવા ચૂંટણી કાર્ડ આપવું ફરજીયાત છે. કેમ્પનું સ્થળ અને તારીખ આપને ટૂંક સમયમાં જણાવવા માં આવશે. તેમજ ટુ વીલ, ટ્રેકટર માટે ૧૪૦ રૂ.જ્યારે ફોર વીલ માટે ૪૦૦ રૂ.ફી ચૂકવવાની રહેશે. તમામ ડોક્યુમેન્ટ અર્જુનસિંહ વાળા (મો.8780590614 ) ને પહોંચાડવાના રહેશે.

જો કોમર્શિયલ વાહનો હોય તેના માટે આ કેમ્પમાં રજિસ્ટ્રેશન થઈ શકશે નહીં. વાહન ચાલકોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે.જેનો ચાર્જ અલગથી જે તે સાયબર કાફે,અથવા ઓનલાઈન એપ્લિકેશન વારાને ચુકવવાનો રહેશે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/JTukGTBOKkj18msYkDWf3d

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો