Placeholder canvas

વાંકાનેર: મચ્છુ 1 ડેમ ઉપર દોઢ ફૂટનો ઓવરફ્લો..!

વાંકાનેર મચ્છુ 1 ડેમ ઉપર આજે સવારે 7 વાગ્યે પાણીની આવક વધતા એક ફૂટનો ઓવરફલો થયો હતો, જે 7:30 વાગ્યે દોઢ ફૂટનો ઓવરફ્લો થયો છે.

ડેમ સાઈટ ઉપરથી મળેલી માહિતી મુજબ મચ્છુ ડેમ 1 ના ઉપરવાસના વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેમના કારણે મચ્છુ 1 ડેમમાં ચિક્કાર પાણીની આવક આવી રહી છે. આજે સવારે મચ્છુ ડેમ ની સપાટીમાં એકદમ વધારો આવ્યો હતો અને મચ્છુ ડેમ ની ઓવરફ્લો 1 ફૂટ એ પહોંચ્યો હતો. ત્યારબાદ સાડા સાત વાગ્યે એટલે કે માત્ર અડધો કલાકમાં જ અડધા ફૂટનો ઓવરફ્લોમાં વધારો થયો હતો અને સપાટી દોઢ ફૂટે પહોંચી ગઇ હતી. હાલમા 12848 ક્યુસેક પાણી ઇનફ્લો/આઉટફ્લો વહી રહ્યુ છે.

ઉપરવાસમાં ભારે વરસાદ હોવાના કારણે મચ્છુ ડેમ નો ઓવરફલો મા અચાનક અને ઝડપથી વધારો થયો છે. મળતી માહિતી મુજબ હજુ પણ ઉપરવાસમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેથી મચ્છું 1 ડેમમાં પાણીની આવક વધવાની શક્યતા છે. અને સપાટી પણ વધવાની શક્યતા રહેલી છે, જેથી મચ્છુ ડેમની નીચવાસના ગામો અને મચ્છુ નદીના કાંઠે આવેલા ગામો ના લોકો ચાવચેત રહે તેમજ મચ્છુ નદીના કાંઠા વિસ્તારમાં કે નદીની અંદર અવરજવર ન કરવી…

☔☔☔☔☔☔☔☔

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/JTukGTBOKkj18msYkDWf3d

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો