વાંકાનેર: પ્રતાપ રોડ પરથી સ્પેલેન્ડર બાઈક ચોરાયું.

વાંકાનેર : વાંકાનેર શહેરના પ્રતાપ રોડ ઉપર ગ્રીનચોકમાં આવેલ શકિત ટ્રાન્સપોર્ટની સામેથી કોઠારીયા ગામે રહેતા મોઇનુદીનભાઇ અમીભાઇ ખોરજીયાની માલિકીનું રૂપિયા 15 હજારની કિંમતનું હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ કોઈ અજાણ્યો ઈસમ ચોરી જતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

આજકાલ વાંકાનેરના વાહન ચોરીના વધુ કિસ્સા સામે આવી રહ્યા છે, ચોર કોઈપણ પ્રકારના ડર વગર બિન્દાસ ધોળા દિવસે ચોરી કરી રહ્યા છે. ત્યારે પોલીસની કામગીરી સામે સવાલ ઉઠી રહયા છે.

આ સમાચારને શેર કરો