વાંકાનેર:રીક્ષાચાલકને રિક્ષા ધીમે ચલાવવાનું કહ્યુંને પછી શું થયું? વાંચો.

વાંકાનેર : રાતીદેવડી ગામે સીએનજી રીક્ષા ચાલકને રીક્ષા જોઈને અને ધીમે ચલાવવાનું કહી ત્રણ શખ્સોએ રસ્તા ઉપર માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના જડેશ્વર રોડ ઉપર રહેતા નીતીનભાઈ કાંતીભાઈ વોરા જૂની રાતીદેવડીથી નવી રાતીદેવડી તરફ પોતાની રીક્ષા લઈને જતા હતા ત્યારે આરોપી ગૌતમભાઈ બળવંતભાઈ વોરા, પ્રશાંતભાઈ બળવંતભાઈ વોરા તથા બળવંતભાઈ ગોકળભાઈ વોરાના ઘર પાસેથી પસાર થતા આરોપીઓએ રીક્ષા જોઈને અને ધીમે ચલાવવા કહ્યું હતું. જેથી ફરિયાદી નીતીનભાઈ કાંતીભાઈ વોરાએ રીક્ષા ઉભી રાખી આરોપીઓને પોતે રીક્ષા જોઈને અને ધીમે ચલાવી રહ્યા હોવાનું કહેતા આરોપીઓને સારૂ નહિ લાગતા નીતિનભાઈને ગાળો કાઢી ઢીકાપાટુનો માર મારી મુંઢ મારની ઇજા પહોંચાડી લોખંડના પાઈપ વડે માથાના ભાગે સામાન્ય ઇજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપતા આ મામલે વાંકાનેર સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

આ બનાવ અંગે વાંકાનેર સિટી પોલીસે ફરિયાદી નીતિનભાઈની ફરિયાદને આધારે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૩,૫૦૪, ૫૦૬(૨),૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો