Placeholder canvas

વાંકાનેર: વિડી ભોજપરામાં ઝેર ગટગટાવી લેનાર શ્રમિકનું મોત

વાંકાનેર : વીડી ભોજપરા ગામે ઇસ્માઇલભાઇ પરાસરાની વાડીએ મજૂરી કામ કરનારે કોઇ કારણસર ઝેરી દવા ગટગટાવી લીધું હતું. તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

મૂળ મધ્યપ્રદેશના વતની અનીતાબેન જગુભાઇ દેવડા ઉ.19ને ઝેરી દવા ગટગટાવી લેતા સારવાર માટે રાજકોટ, અમદાવાદ બાદ તેના વતન મધ્યપ્રદેશ બડવાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમ્યાન મૃત્યુ નિપજતા વાંકાનેર સિટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો