Placeholder canvas

ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

હવામાન વિભાગે ફરી કમોસમી વરસાદની આગાહી કરી છે. જેમાં 1થી 3 માર્ચ દરમિયાન રાજ્યના કેટલાક ભાગમાં હળવા વરસાદની આગાહી છે. જેમાં 1 માર્ચના રોજ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. ઉત્તરપશ્ચિમી ગુજરાત તરફના દરિયામાં તોફાની મોજાં ઊછળવાને કારણે તથા પવનની ગતિ પણ ઝડપી હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતાઓ છે. જેમાં ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, દાહોદ તથા સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લામાં હળવા વરસાદની આગાહી છે. મહત્ત્વનું છે કે હવામાન વિભાગ દ્વારા હાલમાં અમદાવાદ, ગાંધીનગર જેવાં શહેરોમાં વરસાદની આગાહી કરી નથી, પરંતુ આગામી એકથી બે દિવસમાં અમદાવાદના આસપાસના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી છે કે કેમ તે બાબતે જણાવવામાં આવશે. દરિયામાં પણ તોફાની મોજાં ઊછળી રહ્યાં છે. દરિયાની સ્થિતિ પણ ખરાબ હોવાથી માછીમારોએ દરિયો ન ખેડવો સૂચના છે.

આ સમાચારને શેર કરો