મોરબી

મોરબી જિલ્લા કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખનો તા.2એ પદગ્રહણ સન્માન સમારોહ

મોરબી: મોરબી જિલ્લા કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાનો આગામી તા.2 માર્ચના રોજ રવાપર – ઘુનડા રોડ ઉપર આવેલ ઉજ્જવલ પાર્ટી પ્લોટ ખાતે બપોરે 4 કલાકે પદગ્રહણ સન્માન સમારોહ યોજાશે.

આ સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે પ્રદેશ કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનીકજી, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ઉપસ્થિત રહેશે. આ સાથે લલિતભાઈ કગથરા, ઋત્વિક મકવાણા, જીગ્નેશ મેવાણી, લલિતભાઈ વસોયા, જાવેદ પીરઝાદા, અમરશીભાઈ ડેર સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહેશે.

વાંકાનેર તાલુકામાં અને મોરબી જિલ્લાની સાથે સમગ્ર સૌરાષ્ટ્રના મહત્વના સમાચાર ઝડપથી જાણવા માટે કપ્તાન ન્યૂઝની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…
કપ્તાન ન્યુઝની મોબાઇલ એપ્સ ફ્રી માં ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.
https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews
આ સમાચારને શેર કરો