Placeholder canvas

વાંકાનેર: વાલાસણ ગામે મુસ્લિમ સમાજ દ્વારા ફ્રાન્સ અને તેમના રાષ્ટ્રપતિનો વિરોધ કરાયો

વાંકાનેર તાલુકાના વાલાસણ ગામે મોમીન જમાત વાલાસણ અને દારુલ ઉલૂમ નુરિયાહ રઝવિયાહ દ્વારા મુસ્લિમો વિશે અભદ્ર ભાષાનો પ્રયોગ કરનાર ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોના પુતળાનું દહન કરવામાં આવ્યું હતુ.

મુસ્લિમ ધર્મના મહાન પયગંબર વિરુદ્ધ અણછાજતી ટિપ્પણી અને કાર્ટૂન બનાવવા સહિતના બનાવો પર ફ્રાન્સના રાષ્ટ્રપતિ અને સરકાર દ્વારા આવા તત્વોને ટેકો આપી અને મુસ્લિમો વિરુદ્ધ અણછાજતી ટિપ્પણી કરતા વિશ્વભરમાં તેમનો પ્રચંડ વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેના અનુસંધાને વાંકાનેર તાલુકાના વાલાસણ ગામે મુસ્લિમ સમાજ દ્વારા ફ્રાન્સ અને તેના રાષ્ટ્રપતિ મેક્રોના પુતળાનું દહન કરી ફ્રાન્સની ચીજ-વસ્તુઓનો બહિષ્કાર કરવાનું જાહેર કર્યું હતું.

આ સમાચારને શેર કરો