Placeholder canvas

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટની બેઠકમાં અંદર અને બહાર ધમાલ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સિન્ડિકેટની આજે બેઠક મળી હતી જેમાં અધ્યાપકોની ભરતીમાં નિયમો વિરુદ્ધ કરાયેલી પસંદગી અને પી.એચડી પરીક્ષામાં સર્જાયેલા વિવાદને કારણે બેઠકમાં ઉગ્ર ચર્ચા થઈ હતી. જ્યારે બીજી તરફ રોસ્ટર પ્રથા નાબૂદ કરવાના વિરોધમાં વિદ્યાર્થીઓએ ઘેરાવ સહિતના કાર્યક્રમો આપતા ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. વિદ્યાર્થીઓના આજના કાર્યક્રમના અનુસંધાને કેમ્પસ પર પોલીસ બંધોબસ રાખવામાં આવ્યો હતો.

અધ્યાપકોની ભરતીના મામલે બોલતા સિન્ડિકેટ સભ્યોએ જણાવ્યું હતું કે પીએચ.ડી.,નેટ,સ્લેટ ત્રણમાંથી કોઈ એક પરીક્ષા પાસ કરવાનું જરૂરી હોવા છતાં મેથેમેટિક્સ ડિપાર્ટમેન્ટમાં બદીયાણી સાકેત, પરમાર અનિલ, બાયો ટેકનોલોજી વિભાગમાં કવન અંધારિયા, ઇલેક્ટ્રોનિક્સ ડિપાર્ટમેન્ટમાં જતીન સાવલિયા, અંકિત સિધ્ધપરા, આંકડાશાસ્ત્ર વિભાગમાં કચ્છી ફેનલ, જર્નિલિઝમ ભવનમાં જીતેન્દ્ર રાદડીયા અને એમ.એસ.ડબલ્યુ વિભાગમાં દર્શના ચાવડાની ખોટી રીતે નિમણૂક કરવામાં આવી છે. અને તેથી સિન્ડિકેટની બેઠકમાં તેને મંજૂરી ન આપવી જોઈએ તેવી ઉગ્ર ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત પીએચ.ડી.ની પરીક્ષામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કોમ્પ્યુટર વિભાગના જ એક કર્મચારીની એજન્સીને કામ સોંપવા, પાંચ વિદ્યાર્થીઓની નવેસરથી પરીક્ષા લેવા સહિતના મુદ્દે ભારે ધમાચકડી બોલી હતી.

આ સમાચારને શેર કરો