મતદાર યાદી સુધારણા કાર્યક્રમ આગામી 22 નવેમ્બરથી થશે શરૂ.

મતદાન બૂથ પર 4 રવિવાર કામગીરી થશે, મતદાર યાદીમાં નામ ઉમેરો, સુધારો, કમી અને સ્થળ બદલી કરી શકાશે…

કેન્દ્રીય ચૂંટણીપંચના કાર્યક્રમ મુજબ આગામી તા.22/11/2020થી મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ શરૂ થઇ રહ્યો છે અને આ કાર્યક્રમ 15મી ડિસેમ્બર સુધી ચાલશે અને તે દરમિયાન ચાર રવિવારે મતદાન મથક પર બીએલઓ દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરાશે.

આ મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે તા. 1-1-2021ના રોજ 18 વર્ષ પૂરા થતા હોય તેવા મતદારોના નામો ઉમેરવા માટે મતદાર યાદીની સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અને ખાસ ઝુંબેશ શરૂ થઇ રહી છે. કેન્દ્રીય ચૂંટણીપંચે આ દિવસો દરમિયાન ફોર્મ નં.6,7,8 અને 8-ક સંબંધિત વિસ્તારના મદદનીશ મતદાર નોંધણી અધિકારી અને મામલતદાર કચેરી ખાતે રજૂ કરી શકશે.

કાર્યક્રમ દરમિયાન ખાસ ઝુંબેશના દિવસો નક્કી કરવામાં આવ્યા છે. જે મુજબ મતદારો તેના રહેણાકથી નજીક આવેલા તેમના મતદાન મથકો પર બૂથ લેવલ ઓફિસર પાસે ફોર્મ ન.6,7,8 કે 8- ક ભરી શકશે. જેના માટે બીએલઓ આગામી 22-11, 29-11, 6-12 અને 13-12ના રોજ (સમય સવારે ૧૦.૦૦ થી સાંજના ૫.૦૦) મતદાન મથકો પર બેસશે. તેમને સેનિટાઇઝર અને ગ્લોવ્ઝ અપાશે. ખાસ ઝુંબેશના દિવસે બૂથ લેવલ ઓફિસર જરૂરી ફોર્મ્સ સાથે ઉપસ્થિત રહેશે.

આ ઉપરાંત આપ મતદાર યાદીમાં આપનું નામ ચેક કરવા માટે પણ ઉપરોક્ત 4 રવિવારમાંથી કોઇપણ રવિવારે આપ બુથ પાર જઈને ચેક કરી શકો છો અને તેમાં જો તેમાં કોઈ ફેરફાર કરવાનો હોય તો ફેરફાર પણ કરી શકો છો તે માટે જરૂરી આઈડી પ્રૂફ લઈ જવાનું રહેશે.

મતદાર યાદી સુધારણા કાયઁકૃમ

તા. ૨૨-૧૧-૨૦૨૦ ( રવિવાર ) તા. ૨૯-૧૧-૨૦૨૦ ( રવિવાર )
તા. ૦૬-૧૨-૨૦૨૦ ( રવિવાર ) તા. ૧૩-૧૨-૨૦૨૦. (રવિવાર ) સમય:- સવારે ૧૦.૦૦ થી સાંજના ૫.૦૦, સ્થળ:- આપના મતદાન મથકે
નવુ નામ નોધાવવુ – ફોમઁનં – ૬
નામ કમી કરાવવુ – ફોમઁ ન – ૭
નામમાં સુધારો – ફોમઁ નં – ૮
સ્થળ બદલવુ – ફોમઁ નં – ૮ ક

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/I0HzwSrwbrR2bwyc8CNwpb

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •