Placeholder canvas

વાંકાનેર તાલુકા કો.ઓ. પ્રોસેસિંગ સોસાયટી લી.ની ચૂંટણી બિનહરીફ: કોંગ્રેસનો ‘હાથ’ ઊંચો.

વાંકાનેર તાલુકા કો.ઓ. પ્રોસેસિંગ સોસાયટી લી.ની ચૂંટણીમાં ગઇકાલે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે એકમાત્ર બે ઉમેદવારો ધરાવતી બેઠક પરથી પણ ઉમેદવારીપત્ર પરત ખેંચતા તમામ બેઠકો બિનહરીફ થઈ ગઈ છે. જેમાં કોંગ્રેસ હાથ ઊંચો રહ્યો છે.

વાંકાનેર તાલુકા કો. ઓ. પ્રોસેસિંગ સોસાયટી લી.ની ચુંટણીમાં ગઇકાલે ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે બાકી રહેતી એક બેઠક પરથી પણ બેમાંથી એક ઉમેદવારએ પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચતા પ્રોસેસિંગની તમામ 12 બેઠકો પર ઉમેદવારોની બિનહરીફ વરણી કરવામાં આવી છે, જેમાં કુલ 12 બેઠકોમાંથી 10 બેઠકો પર વાંકાનેર કોંગ્રેસ પ્રેરિત પેનલના ઉમેદવારો બિનહરીફ થયા છે, જ્યારે 2 ઉમેદવારો સામેની પેનલના બિનહરીફ થતાં વાંકાનેર પ્રોસેસિંગમાં કોંગ્રેસ પ્રેરિત પેનલનો વિજય થયો છે.

વાંકાનેર તાલુકા કો.ઓ. પ્રોસેસિંગ સોસાયટી લી.બિનહરીફ વિજેતા થયેલા ઉમેદવારો….

1). વઘાસીયા : જગદીશસિંહ બટુકસિંહ‌ ઝાલા
2). ઢુવા : વલીમામદ અલાવદી શેરસીયા
3). વરડુસર : વકાલીયા ઈબ્રાહિમ વલીભાઈ
4). ગાંગીયાવદર : કાંતિલાલ છગનભાઇ વસીયાણી
5). કેરાળા : શેરસીયા ઈબ્રાહિમ અલાવદી
6). સિંધાવદર : શેરસીયા અબ્બાસ જલાલ
7). કોઠારીયા : ગઢવારા ઈરફાન મામદ
8). વાલાસણ : અબ્દુલ હાજી કડીવાર
9). કણકોટ : શેરસીયા હુશેન અમીભાઈ
10). મહિકા : નુરમામદ અમનજી ખોરજીયા
11). ગારીડા : અમીયલભાઈ નુરા ભોરણીયા
12). જાલસીકા : શેરસીયા હુશેન આહમદ

આ સમાચારને શેર કરો