Placeholder canvas

મોરબી તાલુકા સેવાસદનમાં કારમાં લાગી અચાનક આગ…

મોરબી: તાલુકા સેવાસદના પાર્કિગમાં પાર્ક થયેલી બ્લુ કલરની સ્વીફ્ટ કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા આ કાર ભડભડ સળગી ઉઠી હતી. જો કે આગ અન્યત્ર ફેલાય તે પહેલાં જ ફાયર બ્રિગેડ સ્ટાફે ઘટનાસ્થળે દોડી જઈને આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

મળેલી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે લાલબાગ પાસે આવેલ તાલુકા સેવાસદનના પાર્કિગમાં પાર્ક થયેલી બ્લુ કલરની સ્વીફ્ટ કારમાં અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી. આગે પળવારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આગની જ્વાળામાં આ આખી કાર લપેટાઈ ગઈ હતી અને કાર ભડભડ સળગવા લાગતા સેવાસદનના પાર્કિગમાં આ સળગતી કારની બાજુમાં પાર્ક થયેલા અન્ય વાહનો પણ આગની લપેટમાં આવી જાય તેવી દહેશત ઉભી થઇ હતી.

તાલુકા સેવાસદનના પાર્કિગમાં કાર સળગી ઉઠતા થોડીવાર માટે અફડાતફડી મચી ગઇ હતી. બાદમાં આ બનાવની જાણ થતાં મોરબીથી ફાયર બ્રિગેડ સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈને સળગતી કાર ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જો કે આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.

આ સમાચારને શેર કરો