Placeholder canvas

વાંકાનેર: જુગારના કેસના મુખ્ય આરોપીને છ માસની કેદ અને રૂપિયા 500નો દંડ

વાંકાનેર : વાંકાનેર જકાતનાકા પાસે આવેલ ઓફિસમાં ગત તા. ૬/૭/૨૦૧૭ ના રોજ બહારથી માણસો મંગાવી નાલ ઉઘરાવીને જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે તે સમયે દોરડો પાડીને તીનપત્તીનો જુગાર રમાડી તથા જુગાર રમતા આરોપીઓ સરફરાજ હુસેન મકવાણા, વિનોદ ચકુ અઘારા, લાભશંકર રામજી દાદલ, અમિત ઉર્ફે ઘટલો સોલંકી, જાવેદખાન ફકીર પઠાણ, શરીફ ઉર્ફે સસલુ વલીમામદ શેખાણી, ઓમદેવસિંહ ઝાલા, હુસેન વલીમામદ શેખાણીને રોકડા રૂપિયા, મોબાઇલ તથા જુગાર રમવાના સાધનો સાથે કુલ રૂ 123130 મુદ્દામાલ સાથે ઝડપીને જુગારધારા કલમ 4-5 મુજબ ગુન્હો નોંધી ચાર્જશીટ રજૂ કરી હતી.

ઉપરોક્ત કેસ વાંકાનેરના જુડીશીયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ એમ. સી. પટેલ સાહેબની કોર્ટમાં આજે ચાલી જતા સરકારી વકીલ એ. એન. પટેલ એ ધારદાર દલીલો કરતા કોર્ટે આ જુગાર કેસમાં નવેય આરોપીને દોષિત ઠેરવી નાલ ઉઘરાવીને જુગાર રમાંડતો મુખ્ય આરોપી સરફરાજને ૬ માસની સજા અને રૂપિયા 500 નો દંડનો હુકમ કર્યો હતો તેમજ જુગારધારા કલમ ૫ મુજબ બાકીના તમામ આરોપીઓને ત્રણ માસની સાદી કેદની સજા તેમજ દરેકને રૂપિયા 500ના દંડનો હુકમ કર્યો હતો.

આ સમાચારને શેર કરો