NRC અને CAAના વિરોધમાં અપાયેલા ભારત બંધના એલાનની વાંકાનેરમાં જરા પણ અસર ન દેખાઈ
વાંકાનેર: એન.આર.સી. અને સી.એ.એ.નો દેશના ઘણા રાજ્યોમાં વિરોધ થઈ રહ્યો છે. સંસદમાં NRC બીલ પાસ થઈ ગયા બાદ જેમની પર રાષ્ટ્રપતિ સહિ પણ થઈ જતા એ હવે કાયદો બની ગયો છે. આમ છતાં ઘણા રાજ્યોએ એ કાયદો પોતાના રાજ્યમાં માનવાનો ઇન્કાર કર્યો છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રીએ પણ આ કાયદો કોઈ સંજોગોમાં પાછો નહીં ખેંચાય એવી સ્પષ્ટતા કરતા આજે બુધવારે ભારત બંધનું એલાન આપ્યું છે. આ એલાનના પગલે વાંકાનેરમાં બંધને જરા પણ સમર્થન મળેલ નથી.
ગુજરાતના અમુક વિસ્તારોમાં બંધને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે વાંકાનેર શહેર માં બંધ ને જરા પણ પ્રતિસાદ મળ્યો નથી અને તમામ દુકાનો ખુલી જોવા મળી રહી છે. વાંકાનેર દાણાપીઠ વિસ્તાર, ગ્રીનચોક, પ્રતાપ રોડ, મોલવી રોડ, જીનપરા મેઈન રોડ, પર મુસ્લિમ સમાજની બહુમતી દુકાનો આવેલી છે. જ્યાં એક પણ દુકાન બંધ જોવા મળી નથી. આમ વાંકાનેરમાં મુસ્લિમોએ પણ બંધને સમર્થન આપ્યું નથી.
ધારાસભ્ય પીરઝાદાની અપીલ:-
વાંકાનેરના ધારાસભ્ય મહંમદ જાવીદ પીરઝાદા ના ફોટા સાથે નું એક પત્રિકા સોશિયલ મીડિયામાં ફરતો જોવા મળ્યું હતું. જેમાં ધારાસભ્ય પીરજાદા દ્વારા કહેવામાં આવ્યું છે કે CAA, MRC, NPR કાયદો દેશના સંવિધાનમાં લોકશાહી અને સર્વધર્મ સમભાવ ના વિરોધ હોય રાષ્ટ્રીય સંગઠનો દ્વારા તારીખ 29 મી જાન્યુઆરીના રોજ બંધનું એલાન આપ્યું છે. બંધમાં કોઈપણ પ્રકારની રેલી, દેખાવ કે ટોળાશાહીથી દૂર રહેવા વિનંતી કરવામાં આવી છે. તેમજ તેઓએ વધુમાં જણાવ્યું છે કે બંધ સ્વૈછિક અને શાંતિપૂર્ણ હોવા જોઈએ, બંધ કરાવવામાં બળજબરી ના થવી જોઈએ. તમામ માલ મિલકતનુ રક્ષણ કરવાની આપણી જવાબદારી છે, ગરવી ગુજરાતમાં નાગરિક ધર્મ નિભાવવા સર્વધર્મ સમભાવ શાંતિ અમન અને ભાઈચારો જાળવી રાખવા ધારાસભ્ય અપીલ કરી છે.
ધારાસભ્યની અપીલને લોકો એ સ્વીકારી છે અને કોઈપણ પ્રકારના દેખાવો કે નુકસાન કર્યુ નથી. પરંતુ વાંકાનેર મુસ્લિમ વેપારીઓ પણ બંધમાં જોડાયા નથી અને ધંધા વેપાર ખુલ્લા રાખ્યા છે.