Placeholder canvas

વાંકાનેર: રાણેકપરમાં થયેલ મારામારીના કેસમાં બે આરોપીઓને ત્રણ માસની કેદની સજા

વાંકાનેર : વાંકાનેરના રાણકપર ગામની સીમમાં આવેલ ખેડૂતની વાડીએ આરોપીઓ ખોડાભાઈ સિંધાભાઈ મુંધવા અને તેજાભાઈ વિરમભાઈ મુંધવાએ ભેંસો ચરાવી નુકસાન કરતાં ફરિયાદીએ ભેંસો ચરાવવાની નાં પાડતાં આરોપીઓએ ઉશ્કેરાઈ જઈ તેના હાથમાંની લાકડીથી ફરિયાદી અને સાહેદ મદીનાબેનને માર મારી ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.આ બનાવની ખેડૂતે ફરિયાદ નોંધાવતા જે તે સમયે પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે ચાર્જશીટ ફાઇલ કરેલ.હતી.

ઉપરોક્ત કેસ વાંકાનેરના જુડીશીયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ એમ. સી. પટેલ સાહેબની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ એ. એન. પટેલ એ ધારદાર દલીલો કરેલ કે ગામડામાં ખેડૂતો મહા મહેનતથી વાવેતર કરી પાક તૈયાર કરે છે અને આવા ઉભા પાકમાં આરોપીઓ જેવા ઈસમો પોતાના માલઢોર ચડાવી ભેલાણ કરી નુકસાન કરે છે અને તેને રોકવાનો પ્રયત્ન કરતાં આવા ઈસમો ઉશ્કેરાઇ જઇ ભૂલ સ્વીકારવાની જગ્યાએ ઉલ્ટા હુમલાઓ કરી ઈજાઓ પહોંચાડે છે.જેથી આવા ગુનાઓ આચરનારાઓને સખ્ત નસીયત મળે અને સમાજમાં દાખલો બેસે તે સારું સખતમાં સખત સજા મળે તે જરૂરી છે.વકીલની ધારદાર વકીલ અને પુરાવાને ધ્યાને લઈને કોર્ટે બન્ને આરોપીઓને ત્રણ માસની સજાનો હુકમ કર્યો હતો.

આ સમાચારને શેર કરો