Placeholder canvas

વાંકાનેર: રાતાવીરડા નજીક કારખાનામાં મશીનમાં આવી જતા યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામ નજીક ટાઈલ્સના કારખાનામાં અકસ્માતે મશીનમાં આવી જતા યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામ નજીક આવેલ આવેલ કલર ટાઈલ્સ સિરામિક કારખાનામાં રહીને કામ કરતો આકાશ કિશનભાઈ વાકેલ (ઉ.૨૦) ગત તા. ૨૧ ના રોજ કારખાનામાં કામકરતો હોય દરમિયાન અકસ્માતે મશીનમાં આવી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

આ સમાચારને શેર કરો