વાંકાનેર: કોરોના કહેરની વચ્ચે જલસીકા ગામના લોકો દિપડાના ભય હેઠળ જીવવા મજબુર
છેલ્લા એક મહિનાથી દીપડાનો આતંક : ફોરેસ્ટ વિભાગ દીપડાને પકડવા માટે નાકામયાબ
વાંકાનેર : છેલ્લા દસ દિવસથી કોરોના વાયરસને કારણે સમગ્ર ભારતમાં લોકડાઉન છે અને લોકો કોરોના ભયના હેઠળ જિંદગી જીવી રહ્યા છે ત્યારે મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાના જાલસીકા હોલમઢ તેમજ આજુબાજુના ગ્રામજનો દીપડાના આતંકના ભયના વાતાવરણ વચ્ચે જિંદગી જીવવા મજબુર બન્યા છે. છેલ્લા એક મહિના દરમિયાન જાલસીકા આસપાસના વિસ્તારમાં દીપડાએ અંદાજિત ૨૫ જેટલા પશુઓનુ મારણ કરે છે તેમજ હોલમાતાજી મંદીરની ગૌશાળામાં ગાય તેમજ વાછડીઓ મળી કુલ પાંચનું મારણ કરેલ છે.
છેલ્લા એક મહિનાથી દીપડાના સતત આતંકની વચ્ચે ગ્રામજનો ભય હેઠળ પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા છે. આ અંગે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરવામાં આવતાં તેમના દ્વારા દીપડાને પકડવા માટેના પ્રયાસો હાથ ધરેલ પરંતુ ફક્ત એક જ પીંજરુ મૂકવાથી દીપડો હાથ લાગેલ નથી અને દીપડા નો ભય સતત ગ્રામજનોની માથે ઝળુંબી રહ્યો છે.
ગતરાત્રીના હોલમાતા મંદિર ગૌશાળામાં ફરી પાછો દીપડો ત્રાટક્યો હતો જ્યાં 400 ગાયોની વચ્ચે એક વાછરડીનું મારણ કરેલ. ગાયો પણ દીપડાના આતંકથી ગૌશાળામાં પાણી પીવા જતાં હાલ ડરી રહી છે. હાલ તો ગૌશાળા દ્વારા દિવાલની ઉપરના ભાગે તાત્કાલિક વાળ બનાવવાનું ચાલુ કરવામાં આવેલ છે ત્યારે ગ્રામજનોની માંગણી છે કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તાત્કાલિક ધોરણે વધુ પાંજરા મૂકી આ દીપડા ને ઝડપી પાડી લોકોને દીપડાના ભયથી છુટકારો અપાવે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/BpI50rclQ7pKOwanKlNxEj
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…