વાંકાનેર : પલાસડીમાં બેલાની ખાણમાં કામ કરતી શ્રમિક મહિલાનું મોત

વાંકાનેર : મૂળ મધ્યપ્રદેશની રહેવાસી અને હાલ ધમલપર નજીક આવેલા પલાસડી ગામના સર્વે નંબરમાં આવેલી બેલાની ખાણમાં કામ કરતી 22 વર્ષીય શ્રમિક મહિલા નિરુબેન નિકેશભાઈ કટારા ખાણ નજીકથી મૃત હાલતમાં મળી આવતા વાંકાનેર તાલુકા પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે.

મૂળ એમ.પી.ની રહેવાસી નિરુબેન ગઈકાલે મંગળવારના રોજ ખાણ નજીક આવેલા રહેઠાણમાંથી મૃત હાલતમાં મળી આવતા પોલીસે બનાવની તપાસ આદરી હતી. સ્થળ તપાસ પરથી મળેલી પ્રાથમિક વિગતો અનુસાર બપોરે જમ્યા બાદ કોઈ કારણોસર પડી જતા બાદમાં તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું. જો કે પીએમ રિપોર્ટ ઉપરાંત પોલીસે એફએસએલ રિપોર્ટ લઈને મોતનું સાચું કારણ જાણવા તજવીજ આદરી છે.

આ સમાચારને શેર કરો