Placeholder canvas

વાંકાનેર: નગરપાલિકામાં કોંગ્રેસના 17 આપ ના 18 ઉમેદવારો ભાજપે વોર્ડ નં. 4માં ઉમેદવાર ન મુકયા

વાંકાનેર: આજે નગરપાલીકાના ફોર્મ ભરવાના છેલ્લા દિવસના અંતે જાહેર થયેલ ચિત્ર મુજબ ભાજપે વોર્ડ નંબર 4 ખાલી રાખ્યો છે, તેમાં તેમના કોઇ ઉમેદવાર મુક્યા નથી. નગરપાલિકામાં કોંગ્રેસે 17 ઉમેદવાર મુક્યા છે જ્યારે પ્રથમ વાર વાંકાનેર નગરપાલિકા લડતા આપે કોંગ્રેસથી વધુ ઉમેદવાર ઉભા રાખ્યા છે. તેમને ૧૮ ઉમેદવારોને ચૂંટણી લડવા મેદાનમાં ઉતાર્યા છે.

વાંકાનેરમાં આમ આદમી પાર્ટી દ્વારા તોફિક અમરેલીયાની આગેવાનીમાં પ્રથમ વખત સ્થાનિક સ્વરાજની ચુટણી લડાવામાં આવી રહી છે. આપે વાંકાનેર તાલુકા પંચાયત માં 7, જિલ્લા પંચાયતમાં 2 અને નગરપાલિકામાં 18 ઉમેદવારો ઊભા રાખવામા આવ્યા છે.

આમ આમ આદમી પાર્ટી વાંકાનેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 27 ઉમેદવારો સાથે વાંકાનેરમાં શરૂઆત કરી છે. આમ આદમી પાર્ટી વાંકાનેરના ઉમેદવારોની યાદી નીચે મુજબ છે.

મોરબી જિલ્લા પંચાયતના ઉમેદવાર

  1. રતિદેવરી – સોહેલ શેરસિયા
  2. મહીકા – બ્લોચ મહમદ આરિફ દિનમહમદ જ્યારે

વાંકાનેર તાલુકા પંચાયતના ઉમેદવાર

  1. ચંદ્રપુર -સિપાઈ નજમા બેન સિકંદરભાઈ
  2. ગાંગિયાવદાર – નજરુદ્દીન ભાઈ કડીવાર,
  3. હસનપર – અજય રાઠોડ
  4. કણકોટ – અર્જુનસિંહ અનોપ સિંહ વાળા
  5. મહીકા – બાદી ઇર્શાદ હુસેન ભાઈ
  6. મેસરિયા – પુષ્પાબેન દલસાનિયા
  7. રતિદેવરી – કિરણ દિલીપભાઇ ચાવડા

વાકાનેર નગરપાલિકાના ઉમેદવાર

વોર્ડ – 2

  1. ભાટી નંગાજી સવજી
  2. ધામેચા સંજયભાઈ સુંદરજી ભાઈ
  3. સકિનાબેન હૈદર અલી ભટ્ટી
  4. મંજુબેન જગદીશભાઇ ખુમાન

વોર્ડ – 3

  1. ઉસ્માનભાઈ અલારખભાઇ હાલા
  2. વિક્રમભાઈ નવનીતભાઈ ગેલોચ

વોર્ડ – 4

  1. ભાનુબેન કેશુભાઈ સારેસા,

વોર્ડ -5
1.રાઠોડ મહમદ રહેમાન

  1. અમરેલીયા તોફિક ઇસ્માઇલભાઈ
  2. સરિફાબેન મહમદ રાઠોડ

વોર્ડ -6

  1. દલ ફિરોજ અબ્દુલભાઈ
  2. જાડેજા જનકસિંહ ક્રુષ્ણસિંહ 3. ઊર્મિલાબા ધરમેંદ્ર્સિહ જાલા, 4. બારૈયા હંસાબેન સુરેશ ભાઈ

વોર્ડ -7

  1. ઉઘરેજા રાધાબેન નાનુભાઈ ,2. સુરેલા જલ્પબેન નાનુભાઈ
  2. ગેડીયા હેમાનશુ મોહનભાઇ
  3. રાઠોડ ગોવિંદભાઇ રુખડ ભાઈ
આ સમાચારને શેર કરો