વાંકાનેર: તાલુકા પંચાયતની કણકોટ સીટમાં ‘આપ’ માથી અર્જુનસિંહ વાળાએ ફોર્મ ભર્યું
વાંકાનેર: તાલુકા પંચાયતની કણકોટ સીટ ઉપર આમ આદમી પાર્ટીમાંથી અર્જુનસિંહ વાળા એ આજે છેલ્લી ઘડીએ ઉમેદવારી નોંધાવી છે.
અર્જુનસિંહ વાળા વાંકાનેર તાલુકાના ગારીયા ગ્રામ પંચાયતના સભ્યો છે, તેઓની પહેલા તાલુકા પંચાયતની ગારીયા સીટ લડવાની વાત ચાલતી હતી પરંતુ તેઓએ છેલ્લી ઘડીએ ગારીયાને બદલે કાણકોટ સીટ પર ઉમેદવારી નોંધાવી છે.
મને મળેલી માહિતી મુજબ કણકોટ સીટ ઉપર ક્ષત્રિય મતોનું પ્રભુત્વ હોવાથી તેવોએ આ સીટ પસંદગી કરી છે. આમ અર્જુનસિંહ સીટ બદલતા આ બન્ને સીટોના પરિણામ પર અસર થશે.