Placeholder canvas

વાંકાનેર નગરપાલિકાને ધોળા દિવસે પણ અંધારૂ પડે છે..!!!

વાંકાનેર નગરપાલિકાને ધોળા દિવસે એટલે કે સવારના સાડા નવ વાગ્યે પણ અંધારું પડે છે અને તેમને સ્ટ્રીટ લાઈટ ચાલુ રાખવી પડી રહી છે.

નગરપાલીકા હંમેશા લોકોને પ્રાથમિક સુવિધાઓ આપવા માટે કામ કરતી હોય છે, જેમાં ખાસ કરીને ગટર, પાણી, રોડ અને સ્ટ્રીટ લાઈટ સાથોસાથ સાફ-સફાઈ આવા મહત્વના કામો નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ કરીને નગરજનોને સુવિધા પૂરી પાડે છે.

ત્યારે ઘણી વખતે એવું પણ જોવા મળે છે કે નગરપાલિકાના કર્મચારીઓની બેદરકારીને કારણે નગરપાલિકાને ખોટો આર્થીક નુકશાન ભોગવવુ પડે છે. આજે કંઈક એવી ઘટના જોવા મળી વાંકાનેરમાં પુલદારવાજા પાસે આવેલ નાસ્તા ગલીમાં સવારના 9:37 વાગ્યે પણ સ્ટ્રીટ લાઈટ ચાલુ જોવા મળી ત્યારે સ્વાભાવિક પ્રશ્ન થાય કે શું નગરપાલિકા ને ધોળા દિવસે પણ અંધારું પડી રહ્યું છે? કહેવાય છે ને કે કોના બાપની દિવાળી !!!!! નગરપાલિકાના ચીફ ઓફિસર અને પદાધિકારીઓ આ બાબતે ધ્યાન આપે અને નગરપાલિકાના પૈસા આ રીતે વેદફવાના બદલે લોકોની સુખાકારી માટે વાપરે….

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/KesMgLv38VwCn1K5FyvQa2

આ લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…
જે મિત્રો પહેલા થી જ કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાયેલા છે તેમને આ નવા ગ્રુપમાં જોડાવાની જરૂર નથી

આ સમાચારને શેર કરો