Placeholder canvas

વાંકાનેર નગરપાલિકા મિલ પ્લોટ વિસ્તારના પ્રશ્નો નું નિવારણ કરતા થાય છે શું

ઉપરની તસ્વીર જોયા પછી પણ આપ કહેશો ‘મારું વાંકાનેર, સ્વચ્છ વાંકાનેર’..!!!

વાંકાનેર: મિલ પ્લોટ વિસ્તારમાં લોકોના ઘણા બધા પ્રશ્નો અને પારાવાર મુશ્કેલીઓ છે. અવારનવાર ફોનથી કે લેખિતમાં જાણ કરવા છતાં પણ વાંકાનેર નગરપાલિકા હરકતમાં આવતી નથી. લોકોના આ પ્રશ્નો ટલે ચડાવી રહી છે.

મીલ પ્લોટ વિસ્તાર વોર્ડ નંબર ત્રણ ની શેરી નંબર 1માં ગટરના પાણીઓ ખુલ્લા રસ્તા પર વહી રહ્યા છે તેમની અવારનવાર રજૂઆતો કરવા છતાં નગરપાલિકા કશું જ કરતી નથી. આજે આ બાબતે આમ આદમી પાર્ટીના વિક્રમ ગેલોચે નગરપાલિકાને અને પ્રાંત અધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે અને પોતાના પ્રશ્નો નું તાત્કાલિક નિવેળો આવે તેવી માંગ કરી છે.

આ શેરીની સમસ્યા એ છે કે ઉપરવાસમાં રહેતા લોકો પોતાના પાણીનો જોડાણ ગટરમાં આપતા ન હોવાથી આ પાણી બજારમાં આવી રહ્યું છે. ઉપરાંત આ શેરીમાં ગટરો ખુલી છે અને ગંદકીના ગંજ ખડકાય ગયા છે. જેમના કારણે રોગચાળો ફેલાવવાનો ભય રહેલો છે, આ તમામ પ્રશ્નોનું તાત્કાલિક નિવેડો આવે તેવી લોકોની માંગણી છે.

તમારા શહેરના તમામ સમાચાર સૌથી પહેલા જાણવા માટે અત્યારે જ ‘કપ્તાન’ની મોબાઇલ એપ્સ ઇન્સ્ટોલ કરો…
કપ્તાન ન્યૂઝની ઍપ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો…https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews
આ સમાચારને શેર કરો