Placeholder canvas

આજે મોરબી જિલ્લામા કોરોનાના 267 કેસ નોંધાયા, વાંકાનેરમાં 28

મોરબી જિલ્લામા આજે 267 નવા કોરોના કેસ નોંધાયા છે, જેથી કુલ એકટિવ કેસ 1781 થયા છે, જ્યારે આજે 181 વ્યક્તિ સાજા થતા ડીસચાર્જ કરવામાં આવેલ છે.

મોરબી જિલ્લામાં આજે કોરોના કોરોના પોઝિટિવ 267 કેસ નોંધાયા છે
જેમાં મોરબી શહેરી વિસ્તારમાં 105 અને ગ્રામ્ય 71 મળી મોરબીમા કુલ 176 કેસ, તેમજ વાંકાનેર માં 28 ( 14 સીટી+ 14 ગ્રામ્ય) , હળવદ મા 29(14 સીટી+ 15 ગ્રામ્યl) , ટંકારામાં 28( 00 સીટી + 28 ગ્રામ્ય) તેમજ માળિયા માં 08 કેસ(00 સીટી+ 08 ગ્રામ્ય) .સહિત મોરબી જિલ્લામા કુલ મળીને 267 કેસ તેમજ આજની તારીખે મોરબી જિલ્લામાં કુલ 1781 એક્ટિવ કેસ,તેમજ આજે 181વ્યક્તિ સાજા થતા ડીસચાર્જ કરાયેલ છે.

આજે 1635 સેમ્પલ લેવાયેલ છે. જેમાં 267 વ્યક્તિ કોરોના પોઝિટિવ આવેલ છે. તેમજ આજ દિવસ સુધીમાં કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 9158 પર પહોંચી છે. જ્યારે આજ સુધીમાં સાજા થનારની સંખ્યા 7038 હોવાનું જિલ્લા આરોગ્ય વિભાગની એક યાદીમા જણાવવામા આવેલ છે.

આ સમાચારને શેર કરો