વાંકાનેર: ઇરફાન બ્લોચને પાસા હેઠળ સુરત જેલ હવાલે કરાયો
મોરબી LCB (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) દ્વારા વાંકાનેરનો રહીશ ઈરફાન બ્લોચને પાસા હેઠળ ડિટેઈન કરી સુરત લાજપોર જેલ હવાલે કરાયો છે.
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ દારૂની બદી સદંતર નાબુદ કરવા એલ.સી.બી.ના પીઆઈ વી.બી. જાડેજાને જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ઇશ્યુ થયેલ પાસા વોરંટની બજવણી કરવા સૂચના આપતા દારૂ જુગાર તથા શરીર સબંધી ગુના આચરવાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇરફાન હનિફભાઇ બ્લોચ મકરાણી રહે. ચંન્દ્રપુર પાસા અન્વયે પકડીને સુરત લાજપોર જેલમાં મોકલેલ છે.