Placeholder canvas

વાંકાનેર: વાવાઝોડાને લઈને તંત્ર હરકતમાં, 800 વ્યક્તિને સલામત સ્થળે ખસેડાયા

વાંકાનેર વાવાઝોડાની સંભવિત અસરો લઈને વાંકાનેર નું વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે તેઓએ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી ઝુંપડા,કાચા મકાનમાં અને જોખમી મકાનોમાં રહેતાં લોકોને સલામત સ્થળે આવી જવાની અપીલ કરી છે.

તંત્ર દ્વારા સંભવિત વાવાઝોડા ની સામે ટક્કર ન લઈ શકે તેવા જોખમી મકાનોમાં રહેતા ગ્રામ્ય વિસ્તારમાંથી 760 વ્યક્તિઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે જ્યારે વાંકાનેર શહેરમાં પણ ૪૦થી ૫૦ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

વાંકાનેર સેવા સદન ખાતે 24 કલાક કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે, કોઈ પણ સ્થળે કોઈપણ વ્યક્તિને કોઈ તકલીફ કે વાવાઝોડા દરમિયાન મદદની જરૂર પડે તો કંટ્રોલ રૂમ નો સંપર્ક કરવો. વાંકાનેર કંટ્રોલરૂમ નંબર 02828 220590

ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો