વાંકાનેર: હશનપરમાં પાણી ઢોળવાની બાબતે યુવતી પર પાડોશી મહિલાએ છરી વડે હુમલો કર્યો

વાંકાનેર : વાંકાનેર તાલુકાના હશનપરમાં શેરીમાં પાણી ઢોળવા જેવી નજીવી બાબતે પાડોશીઓ બાખડી પડ્યા હતા. આ ડખામાં યુવતી પર પાડોશી મહિલાએ છરીથી હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે યુવતીએ પાડોશી મહિલા સામે ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની મળેલી માહિતી મુજબ વાંકાનેરના હસનપર રહેતી અને હાલ અભ્યાસ કરતી સબીસ્તાબેન અમીભાઈ શેરશીયા (ઉ.વ ૧૯) નામની યુવતીએ તેમના પાડોશમાં રહેતા રૂકસાનબેન ઈમરાનભાઈ બેલીમ સામે ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે તા.૨૨ ના રોજ ફરીયાદીની બાજુમા રહેતા આરોપીએ શેરીમા પાણી ઢોળતા ફરીયાદીએ પાણી ઢોળવાની ના પાડતા, આરોપીએ ફરીયાદી તેમજ સાહેદને ગાળો આપી ફરીયાદીને છરી વતી જમણા ગાલે તેમજ જમણા હાથની આંગળીમા સામાન્ય ઈજા પહોચાડી હતી. વાંકાનેર પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •