skip to content

મોરબીમાં થયેલા ટ્રિપલ મર્ડર કેસના આરોપીના જામીન મંજૂર

મોરબી : 2018માં મોરબી પંથકમાં બે પક્ષકારો વચ્ચેના ખેતી જમીન વિવાદમાં ત્રણ શખ્સોના મર્ડર થયા હતા. મોરબી સેશન્સ કોર્ટે આ કેસના આરોપીના જામીન મંજૂર કર્યા છે.

આ કેસની વિગત જોઈએ તો તા. 12/08/2018ના રોજ રાત્રે 11-30 વાગ્યે ફરિયાદીના કાકા દિલાવર ખાનના મોબાઈલમાં ફોન આવેલ અને તેના કાકાએ ફરીયાદીને જણાવેલ કે, ‘તું જલદી આવ, મારી ઉપર શીવાભાઈ રામભાઈ તેના ભાઈઓ, અને તેના છોકરાઓએ હુમલો કરેલ છે.’ જેથી, ફરીયાદી તેનું મોટરસાઈકલ લઈ તેના કાકાની વાડી કે જે વજેપરની સીમમાં આવેલ છે, ત્યાં પહોંચ્યાં ત્યારે તેના કાકા દિલાવર ખાન, તેના પુત્ર અફજલ તથા મોમીનને આરોપીઓ લાકડી, ધોકા, ટોમી, કુહાડી, છરી, તલવાર જેવા જીવલેણ હથીયારો આડેધડ મારતા હતા. ત્યારે ફરીયાદીને જોઈ અમુક હથીયારો છોડી, અમુક હથીયાર સાથે લઈ જઈ મોટરસાઈકલમાં ભાગી ગયેલ હતા. ભોગ બનનારને સરકારી હોસ્પિટલે સારવાર માટે લઈ જતા ત્રણેય ભોગ બનનાર મરણ ગયાનું જાહેર કરવામાં આવેલ હતા.

આ કેસના આરોપીઓ પૈકી મનસુખભાઈ રામજીભાઈ ડાભી એ મોરબી સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન મેળવવા અરજી કરેલ હતી. જેમાં અરજદાર તરફે રાજકોટના વકીલ ભાવેશ આર. બાંભવા તથા મોરબીના વકીલ રવિ કારીયાની લંબાણપૂર્વકની દલીલ તથા ગુજરાત હાઈકોર્ટના ચુકાદા ધ્યાને લઈ સેશન્સ કોર્ટએ અરજદાર મનસુખભાઈ રામજીભાઈ ડાભી (સતવારા)ને જામીન આપવા માટે યોગ્ય ગણેલ છે. જેથી, અરજદારને રેગ્યુલર જામીન પર મુકત કરવાનો આદેશ કરવામાં આવેલ છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/IEuz1mb5RgG8uPqLzlZ9Bo

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો