Placeholder canvas

વાંકાનેર મળી ડીવાયએસપી કચેરી, પ્રથમ ડીવાયએસપી તરીકે એસ.એચ.સારડા મુકાયા

વાંકાનેર : રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આજે તાલીમ પૂર્ણ કરનાર 8 આઈપીએસ અધિકારીઓને પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. તેમજ 2020ની બેચના 5 આઇપીએસ અધિકારીઓને ફરજના સ્થળેથી હાલ નિમણુંકની પ્રતીક્ષા હેઠળ મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત 65 ડિવાઇએસપીની બદલી કરવામાં આવી છે. જેમાં ડીવાયએસપી કચેરી મળી છે. આ કચેરીમાં પ્રથમ ડિવાઇસ પી તરીકે એસ.એચ.સારડાને વાંકાનેર વિભાગીય પોલીસ અધિકારી તરીકે મુકવામાં આવ્યા છે. એસ.એચ.સારડાને વાંકાનેર વિભાગીય પોલીસ અધિકારી તરીકે મુકવામાં આવ્યા છે.

લોકસભાની ચૂંટણી પહેલાં પોલીસ બેડામાં કરવામાં આવેલ બદલી ઓર્ડરમાં દેવભૂમિ દ્વારકા ખાતે એસ.સી./એસ.ટી. સેલમાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા એસ. એચ. સારડાની વાંકાનેરના વિભાગીય અધિકારી ડીવાયએસપી તરીકે નિમણૂક કરવામાં આવી છે. મળેલ માહિતી મુજબ વાંકાનેરના જડેશ્વર રોડ પર જુની પ્રાંત કચેરી ખાતે ડીવાયએસપી કચેરી કાર્યરત થશે….

આ સમાચારને શેર કરો